રાહુલ દ્રવિડ વર્તમાનમાં ક્રિકેટ અકાદમીના પ્રમુખ છે. મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાની ફરિયાદ પર એથિક્સ ઓફિસરે દ્રવિડને હિતોનો ટકરાવ (કોનફ્લિક્ટ ઓફ ઈંટરેસ્ટ)માં નોટિસ આપવામાં આવી હતી.
ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, દ્રવિડે NSAના નિદેશક છે અને સાથે સાથે IPLની ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક ઈન્ડિયા સિમેન્ટ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે.
આ પણ વાંચો...કપિલ દેવે ક્રિકેટ એડવાઈઝરી કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું
રાહુલ દ્રવિડે આ આરોપના બચાવમાં કહ્યું કે, તેમણે ઈન્ડિયા સિમેન્ટસના પોતાના પદથી લાંબા ગાળાની રજા લઇને રાખી છે.
BCCIના કામની દેખરેખ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે દ્રવિડનો બચાવ કરતા કહ્યું કે, દ્રવિડનું રજા પર રહેવું કોઈ પ્રકારનો હિતોનો ટકરાવ નથી.
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ દ્રવિડ પર લાગેલા હિતાનો ટકરાવના આરોપ પર નારાજગી વ્યક્ત કરી હતી. ગાંગુલીએ કહ્યું કે, હિતોનો ટકરાવ ભારતીય ક્રિકેટમાં એક નવું ફેશન બની ગયો છે. આ મીડિયામાં રહેવા માટે છે.