ગુજરાત

gujarat

ETV Bharat / sports

ડ્રીમ-11 IPL-2020માં ટાઈટલ સ્પોન્સર

ડ્રીમ-11ને આઈપીએલ 2020ના ટાઇટલ સ્પોન્સર તરીકે પસંદ કરવામાં આવી છે.

etv bharat
ડ્રીમ 11 એ આઈપીએલ 2020। ટાઇટલ સ્પોન્સર

By

Published : Aug 18, 2020, 10:56 PM IST

મુંબઈ: બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020ના ટાઇટલ પ્રાયોજકના હકની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ આ સિઝન માટે ફેન્ટસી ક્રિકેટ લીગ પ્લેટફોર્મ ડ્રીમ 11ને ટાઇટલ સ્પોન્સર તરીકે પસંદ કરી છે. બીસીસીઆઈ સાથે સંકળાયેલા ડ્રીમ 11ની સાથે રેસમાં ટાટા સન્સ પણ સામેલ હતી.

ડ્રીમ 11 અને ટાટા ગ્રુપ ઉપરાંત અન્ય કંપનીઓ, જેમ કે બાયઝસ અને અનઅકૈડમી પણ આ રેસમાં સામેલ થઈ હતી. એક મીડિયા રિપોર્ટના અનુસાર ડ્રીમ 11એ 250 કરોડ રૂપિયાની બોલી લગાવીને આ ટાઇટલ સ્પોન્સરને તેના નામે કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details