ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL-2020: આજે દિલ્હી-પંજાબ વચ્ચે જંગ, જાણો IPLમાં બંને ટીમનું કેવું રહ્યું પ્રદર્શન?

કોરોના મહામારી વચ્ચે આઈપીએલની 13મી સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે પહેલી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું છે. દુનિયાની સૌથી મોંધી IPL-2020નો આજે બીજો મુકાબલો દુબઈમાં દિલ્હી કેપીટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની વચ્ચે રમાશે. આ બંને ટીમો જીત માટે મેદાનમાં ઉતરશે.

By

Published : Sep 20, 2020, 2:10 PM IST

િં
્ે

ન્યૂઝ ડેસ્કઃ કોરોના મહામારી વચ્ચે આઈપીએલની 13મી સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે પહેલી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું છે. દુનિયાની સૌથી મોંધી IPL-2020નો આજે બીજો મુકાબલો દુબઈમાં દિલ્હી કેપીટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની વચ્ચે રમાશે. આ બંને ટીમો જીત માટે મેદાનમાં ઉતરશે.

મહત્વનું છે કે, IPL-2020ની પહેલી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું છે. 163 રનનો પીછો કરતા ચેન્નઈએ 4 બોલ બાકી રાખીને મેચ જીતી હતી. ચેન્નઈ તરફથી અંબાતી રાયુડુએ IPL કરિયરની 19મી ફિફટી ફટકારતાં સર્વાધિક 71 રન કર્યા હતાં. જયારે ડુ પ્લેસીસે પણ ફિફ્ટી મારી 58 રને અણનમ રહ્યો હતો. તેમજ છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા સેમ કરને 6 બોલમાં 18 રન કરીને અંતે મેચ જીતાડી હતી.

દિલ્હી કેપિટલ્સ

દિલ્હી IPLની 12 સીઝનમાં એકપણ વાર ફાઇનલ રમી નથી. ટીમ લીગની પહેલી બે સીઝન 2008 અને 2009માં સેમિફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આગળ વધી શકી નહોતી. ગઈ સીઝનમાં દિલ્હી 7 વર્ષ પછી પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે ટીમના કોચ રિકી પોન્ટિંગની અપેક્ષા છે કે, ટીમ આ વખતે ટાઇટલ જીતશે. દિલ્હી કેપિટલ્સની ટીમ લીગના ઇતિહાસમાં સૌથી વધુ મેચ હારી છે. દિલ્હી 177માંથી 77 મેચ જીત્યું અને 98 હાર્યું છે. જ્યારે બે મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું. ટીમે અત્યાર સુધીમાં 44 ટકા મેચ જીતી છે.

દિલ્હીની સંભવિત ટીમ

શિખર ધવન, પૃથ્વી શો, કેપ્ટન શ્રેયસ અય્યર, વિકેટ કિપર ઋષભ પંત, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોઈનિસ, કાગિસો રબાડા, ડૈનિયલ સૈમ્સ, અમિત મિશ્રા, રવિચંદ્રન અશ્વિન અને હર્ષલ પટેલ

કિંગ્સ ઈલેવન પંજાબ

બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ 12 સીઝનથી તેમના પ્રથમ એવૉર્ડની રાહ જોઈ રહી છે. ટીમ 2008 અને 2014માં બે વાર સેમીફાઇનલમાં પહોંચી હતી. આ સમય દરમિયાન, તે 2014માં રનર-અપ પણ રહી ચુકી છે. 6 વર્ષ પહેલા રમાયેલી ફાઈનલ બાદ પંજાબની ટીમ હજી સુધી પ્લેઓફમાં પહોંચી શકી નથી. છેલ્લી બે સીઝનમાં ટીમના ટોચના સ્કોરર લોકેશ રાહુલ ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે. પ્રીતિને હવે તેના યુવા કેપ્ટન તરફથી ખિતાબ જીતવાની પૂર્ણ આશા છે.

પંજાબની સંભવિત ટીમ

ક્રિસ ગેલ, કેપ્ટન લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, સરફરાજ ખાન, મંદિપ સિંહ, ગ્લેન મૈક્સવેલ, ઝડપી બોલર મોહમ્મગ શમી, ક્રિસ જોર્ડન, કૃષ્ણપ્પા ગૌતમ, મુજીબ ઉર રહમાન અને રવિ બિશ્નોઈ

ABOUT THE AUTHOR

...view details