2011 અને 2012માં ફિન્ચનો દિલ્હીની ટીમમાં સમાવેશ થયો હતો. 2011માં ટેસ્ટ 6 ટેસ્ટમાં 47 રન બનાવ્યા હતા. 2012માં ફિન્ચે 2 મેચમાં 55 રન બનાવ્યા હતા. 2013માં થયેલી હરાજીમાં પુણે વોરિયર્સે ખરીદ્યો હતો. ફિન્ચે 14 મેચમાં 456 રન બનાવ્યા હતા. આ ફિન્ચની સૌથી શ્રેષ્ઠ IPLની સિઝન હતી.
IPLની આઠ ટીમમાં પરર્ફોમન્સ આપનાર એરોન ફિન્ચ પ્રથમ ખેલાડી - IPL
હૈદરાબાદ: IPLની પ્રથમ સિઝન 2008માં રમાઇ હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ પોતાની IPL સીઝન 2010માં રાજસ્થાન રોયલ્સના તરફથી રમ્યા હતાં. IPLની ત્રીજી સીઝનમાં ફિન્ચને ફક્ત એક મેચ રમવાની તક મળી હતી.
2014માં સનરાઉઝર્સ હૈદરાબાદમાં તેમણે પોતાનાી ટીમમાં સમાવેશ કર્યો હતો. આ સિઝનમાં ફિન્ચે 13 મેચમાં 309 રન બનાવ્યા હતા. 2015માં મુંબઇ ઈન્ડિયન્સના તરફથી રમ્યા હતા. ફિન્ચે 3 મેચમાં ફક્ત 23 રન બનાવ્યા હતા. 2016માં ગુજરાત લાયન્સ તરફથી રમ્યા હતા, તે સિઝનમાં 13 મેચમાં 393 રન બનાવ્યા હતા.
2017માં ગુજરાત લાયન્સના તરફથી રમતા ફિન્ચે 13 મેચમાં 299 રન બનાવ્યા હતા. 2018ની હરાજીમાં એરોન ફિન્ચે કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો હતો. આ સિઝનની 10 મેચમાં 134 રન બનાવ્યા હતા. 2013માં પુણે વોરિયર્સના તરફથી રમતા ફિન્ચે એક વિકેટ પણ લીધી હતી. ફિન્ચ સિવાય યુવરાજ અને પાર્થિવ પટેલ 6 IPLની ટીમમાં સમાવેશ થયો છે. IPL 2019માં ફિન્ચે વનડે વિશ્વકપના કારણે ભાગ લીધો નહોતો.