કોલંબો: કુસલ મેન્ડિસની અડધી સદી બાદ, ચરિથ અસલંકાની ધીરજપૂર્વકની ઇનિંગ્સના કારણે શ્રીલંકાએ રોમાંચક મેચમાં પાકિસ્તાનને ડકવર્થ લુઈસ પદ્ધતિ હેઠળ 2 વિકેટથી હરાવીને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શ્રીલંકાનો મુકાબલો રવિવારે ભારત સામે થશે. વરસાદના કારણે 42 ઓવરની મેચ રમાઈ હતી.
પાકિસ્તાનનો પ્રથમ દાવઃ પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 73 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 86 રનની અણનમ ઈનિંગ રમવા ઉપરાંત ઈફ્તિખાર અહેમદ 47 રન, 40 બોલ, 4 ચોગ્ગા, 2 છગ્ગા સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 108 રન જોડ્યા હતા. પાકિસ્તાનનો સ્કોર 7 વિકેટ પર 252 રન સુધી પહોંચી ગયો હતો. આ બંનેની ભાગીદારીથી પાકિસ્તાન છેલ્લી 10 ઓવરમાં 102 રન જોડવામાં સફળ રહ્યું હતું. ઓપનર અબ્દુલ્લા શફીકે પણ 69 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મેથિસા પથિરાના સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 65 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. પ્રમોદ મદુસને 58 રનમાં 2 વિકેટ લીધી હતી.