ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોચ ગોપીચંદની સિંધુને સલાહઃ વ્યસ્ત શિડયુલ અંગે ફરિયાદ ન કરવી જોઈએ

કોચ ગોપીચંદે સિંધુને વ્યસ્ત શિડ્યુલ અંગે ફરિયાદ નહીં કરવા પણ ગતિ ચાલુ રાખવાની સલાહ આપી હતી. ગોપીચંદે સિંધુ, સાઇના અને શ્રીકાંત અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે, સાઇના અને શ્રીકાંત ટૂંક સમયમાં પાછા ફરશે, જ્યારે તેઓ સિંધુ અંગે ચિંતિત નથી.

Gopichand advices sindhu
કોચ ગોપીચંદે સિંધુને સલાહ આપી

By

Published : Jan 25, 2020, 1:11 PM IST

હૈદરાબાદ: ભારતીય બેડમિંન્ટન ટીમના મુખ્ય કોચ ગોપીચંદે પીવી સિંધુને તેમના પુસ્તક 'ડ્રીમ્સ ઓફ એ બિલિયન' ના પ્રકાશન અંગે મીડિયાની વાતચીત દરમિયાન સલાહ આપી હતી. તે દરમિયાન તેઓએ કહ્યું કે, પીવી સિંધુ જેવા ખેલાડીએ વ્યસ્ત શિડ્યુલ અંગે ફરિયાદ ન કરવી જોઈએ.

કોચ ગોપીચંદે સિંધુને સલાહ આપી

ગોપીચંદે એક તરફ વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (BWF) ના વ્યસ્ત શેડ્યૂલને ખેલાડીઓ માટેની સમસ્યા ગણાવી હતી, પરંતુ બીજી તરફ તેની સાથે આગળ વધવું પણ તેની જવાબદારી છે. તેમનું માનવું છે કે ખાસ કરીને વર્લ્ડ ચેમ્પિયન સિંધુ જેવા ખેલાડીએ શેડ્યૂલ અંગે માત્ર ફરિયાદ કરવી નહીં, પરંતુ તે મુજબ પોતાને તૈયાર કરવી જોઈએ.

ગોપીચંદે કહ્યું

"મને લાગે છે કે તે કેટલીક ભૂલો તરફ ધ્યાન આપી રહી છે અને આશા છે કે અમે તેને ટૂંક સમયમાં કાબુ કરી લઈશું." તે રિયો ઓલિમ્પિક્સની જેમ ટોક્યોમાં પણ દેશ માટે મેડલ મેળવશે. કોચ તરીકે અમારી પાસે દક્ષિણ કોરિયાના ટી સેંગ છે. જેમણે પુરુષ ટીમ સાથે પણ કામ કર્યું છે. તે જ સમયે, ટ્રેનર અને ફિઝિયો શ્રીકાંત સાથે કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઓલિમ્પિક પહેલા અમારી તૈયારી ઘણી સારી રહેશે. "

"મારું માનવું છે કે સિંધુને મેડલ જીતવાની સારી તક છે. એ જુદી વાત છે કે તેમને થાઇ ખેલાડીઓ ઝૂ યિંગ, કેરોલિન મારિન અથવા જાપાની ખેલાડીઓ તરફથી એક પડકાર મળશે, પરંતુ મને વિશ્વાસ છે કે તે સારી તૈયારીના આધારે પુનરાગમન કરશે.

મહત્વનું છે કે, ઓલિમ્પિક સિંગલ્સમાં ક્વોટા મેળવવાનો દિવસ નજીક છે, આવી સ્થિતિમાં સિંધુએ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે, પરંતુ સાયના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતની સામે ક્વોલિફાય થવું એક મોટો પડકાર છે. આ બંને ખેલાડીઓ તાજેતરમાં થાઇલેન્ડ માસ્ટર્સ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ બહાર થઈ ગયા હતા. જો આપણે ક્વોટાની વાત કરીએ, તો દરેક દેશને ઓલિમ્પિક સિંગલ્સમાં બે ક્વોટા મેળવવો પડશે. તેની અંતિમ તારીખ 28 એપ્રિલ 2020 છે. તે સમય દરમિયાન, જો ખેલાડી ટોપ -16 માં રહે છે, તો જ તેને ઓલિમ્પિક ટિકિટ મળશે.

ABOUT THE AUTHOR

...view details