આ વીડિયોમાં સુહાના વ્હાઈટ ટૉપ અને બ્લૂ ડેનિમ સાથે કૉલેજ બેગ લઈ જતી જોવા મળે છે.
શાહરુખની દિકરીનો ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં પ્રથમ દિવસ, મમ્મીએ તસ્વીર લીધી - ન્યૂયોર્ક યુનિવર્સિટી
ન્યૂયોર્ક: શાહરુખ ખાન અને ગૌરી ખાનની દિકરી સુહાના ખાનએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. આ ખુશ ખબરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં મમ્મી ગૌરી ખાને જરા પણ વાર લગાવી નહોતી. ગૌરી ખાને ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં સુહાના યુનિવર્સિટીની સીડીઓ ચડતી દેખાઈ રહી છે.
ians
આ વીડીયોના કેપ્શનમાં ગૌરી ખાને લખ્યું છે કે, કૉલેજ ફ્રેશમૈન ડેની એક ઝલક. જો કે, ગૌરી ખાને બાદમાં તેને હટાવી દીધું હતું.