ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'સૂર્યવંશી'નું નવું મોશન પોસ્ટર રિલીઝ, જલ્દી જ રિલીઝ થશે ટ્રેલર... - sooryavanshi film latest news

રાહિત શેટ્ટીની દેખરેખ હેઠળ બની રહેલી ફિલ્મ 'સૂર્યવંશી'નું એક નવું મોશન પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. જેમાં અક્ષય કુમાર જોરદાર અંદાજમાં જોવા મળે છે. ફિલ્મનું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવશે.

ETV BHARAT
'સૂર્યવંશી'નું નવું મોશન પોસ્ટર રિલીઝ, કાલે આવશે ટ્રેલર

By

Published : Mar 1, 2020, 4:20 PM IST

મુંબઈ: અક્ષય કુમારના ફેન્સ તેમની ફિલ્મ 'સૂર્યવંશી'માટે આતુર છે. આ એક્સાઈટમેન્ટમાં વધારો કરવા માટે ફિલ્મના એક-બાદ એક પોસ્ટર રિલીઝ થઇ રહ્યા છે.

કાલે ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું હતું અને આજે પણ એક મોશન પોસ્ટર સામે આવ્યું છે.

આ મોશન પોસ્ટરને ફિલ્મ સમીક્ષા કરનાર અને વેપાર વિશ્લેષક તરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કર્યું છે.

મોશન પોસ્ટર શેર કરીને તરણે કેપ્શનમાં લખ્યું કે, 'ટ્રેલર કાલે રિલીઝ થશે... સૂર્યવંશીનું નવુ મોશન પોસ્ટર.. રોહિત શેટ્ટીની દેખરેખ... મંગળવાર,24 માર્ચ 2020 રિલીઝ.'

તરણ આદર્શે જણાવ્યું કે,'સૂર્યવંશી'નું ટ્રેલર 4 મિનીટનું છે. 2 માર્ચ 2020ના રોજ એક ઈવેન્ટમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર જબરદસ્ત એક્શન સ્ટંટ કરતા જોવા મળશે. ફિલ્મમાં કેટરીના અને અક્ષય રોમાન્સ કરતા જોવા મળશે. કેટરીના ફિમ્મમાં ડૉક્ટરનું પાત્ર નિભાવી રહ્યા છે. રાહિત શેટ્ટીએ ખૂદ આનો ખુલાસો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details