આ દિવસોમાં તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર તેની આગામી ફિલ્મ 'સાંડ કી આંખ' માં વ્યસ્ત છે. જે એક બાયોપિક ફિલ્મ છે. આ ફિલ્મમાં બંને શાર્પ શૂટર વુમન ચંદ્રો અને પ્રકાશી તોમરનો રોલ પ્લે કરતી નજર આવશે. જણાવી દઈએ કે, ચંદ્રો અને પ્રકાશીએ શૂટિંગને પોતાનું કરીયર બનાવ્યું. બંને ત્યારથી લઈને અત્યાર સુધી અનેક એવોર્ડસ પોતાને નામ કરી ચૂકી છે.
હાલમાં જ તાપસીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો જેમાં ચંદ્ર અને પ્રકાશી તોમરે ઇન્ટરવ્યૂ આપ્યું છે અને પોતાના જીવન વિશે જણાવ્યું છે. વીડિયોમાં બંને જણાવી રહી છે કે, કેવી રીતે બંનેેએ તેના જીવનના 60 વર્ષ ઘરમાં જ વિતાવી દીધા પરંતુ તેના બાદ ચંદ્રોએ શૂંટિગ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન તેમની મજાક પણ ઉડાવવામાં આવી પરંતુ બંંનેએ પોતાના લક્ષ્ય પરથી પાછળ ન હટતા 60 વર્ષની ઉંમરમાં સ્પોટ્સમાં ભાગ્ય અજમાવ્યું.
Saand Ki Ankh: 60 વર્ષની ઉંમરમાં ઉઠાવી બંદૂક, આ છે રિયલ લાઈફની શૂટર દાદી - tapsi pannu
મુંબઈ: તાપસી પન્નુ આજકાલ તેમની આગામી ફિલ્મ 'સાંડ કી આંખ' માં વ્યસ્ત છે. તો આ વચ્ચે તાપસીએ રવિવારે દેશની સૌથી જૂની અને શાર્પ શૂટર ચંદ્રો તોમર અને તેમની ભાભી પ્રખર તોમરની એક વિડીયો ક્લિપ શેર કરી હતી.
પ્રથમ ચંદ્રોએ શૂટિંગ કરવાનું શીખ્યા તેના બાદ તેમની સાળી પ્રકાશ તોમરને પણ તેમની સાથે જોડ્યા. હવે બંને શૂટર્સને દાદી તરીકે ઓળખાય છે. બંનેનો આ વીડિયો તાપસી પન્નુએ શેર કર્યો છે. બંનેએ ઘણા પુરસ્કારો અને મેડલ્સ જીતી ચૂક્યા છે. તેઓ આ રમત રમવા માટે અન્ય મહિલાઓને પ્રેરણા આપે છે અને ગામની મહિલાઓ અને યુવાન કન્યાઓ માટે રોજગારીની સુવિધા પૂરી પાડે છે.
જણાવી દઈએ કે, પોતાની બહાદૂરી અને ઇચ્છાશક્તિને કારણે આખી દૂનિયાની મહિલાઓ માટે એક ઉદાહરણ છે. બંને ઇંડિયાઝ ગોટ ટેલેન્ટ અને સત્યમેવ જયતેમાં પણ આવી ચૂકી છે. હવે ચંદ્રો અને પ્રકાશીની ઇન્સપિરેશનલ જર્નીને ફિલ્મમાં દેખાડાઈ છે. ફિલ્મ સાંડ કી આંખમાં તેઓની કહાની દેખાડવામાં આવશે. ફિલ્મનું નિર્દેશન તુષાર હીરાનંદાની કરી રહ્યા છે. તાપસી તન્નુ અને ભૂમિ પેડનેકરે ફિલ્મનું શૂટિંગ પર ચાલુ કરી દીધું છે. ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ છે. ફિલ્મથી સંબંધિત ફોટોગ્રાફ્સ અને અપડેટ્સ, તાપસી સોશિયલ મીડિયા દ્વારા શેર કરતી રહે છે.