સ્ટાર કાસ્ટની એક્ટિંગ પર એક નજર
આ ફિલ્મમાં સલમાને 20 વર્ષથી 70 વર્ષ સુધી પોતાના રોલમાં ધણા અલગ-અલગ શેડ્સમાં દેખાડ્યા છે. કેટરીના કુમુદના રોલમાં ખુબસુરત લાગે છે.
સુનિલ ગ્રોવર આ ફિલ્મમાં સરપ્રાઈઝ પેકેજ રહે છે. તેને પોતાના અભિનયમાં દર્શકોને ખૂબ હસાવ્યા છે. કેટલાક સીન્સ એટલા રમૂજી હોય છે કે, દર્શકો તેને જોવાથી હાસ્ય રોકી શક્યા નહીં. ડાયલોગ ડિલવરીથી લઈને એક્સપ્રેશન્સ સુધી, ફિલ્મના દરેક અભિનેતાઓએ તેની ભૂમિકા સાથે ન્યાય કર્યો છે.
જેકી શ્રૉફ, દિશા પટણી, સતીષ કૌશિકના રોલ ખૂબ નાના હતા પરંતુ, તેમણે તેને ખૂબ સારી રીતે પૂર્ણ કર્યા છે. ઓવરઓલ અભિનયથી લઈને પાત્રના દેખાવ સુધી, બધું જ સારું હતું.
ડાયરેક્શન અને મ્યુઝિક....
ફિલ્મની સિનેમેટોગ્રાફી કમાલ હતી. જ્યારે વિશાલ શેખરનું સંગીત તમને પકડી રાખે છે. ભારતને અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું છે. કેટલાક દ્રશ્યોને ફિલ્મમાં ખુબ સારી રીતે ફિલ્માંકન કરવામાં આવ્યા હતા. ભાગલાની વાત દિગ્દર્શન કરવી ખૂબ જ મુશ્કેલ હતી, જેના વિશે જફર દ્વારા કહેવામાં આવ્યું હતું.
પરંતુ જ્યારે આ દ્રશ્યો સ્ક્રીન પર આવ્યા, ત્યારે તે ખુબ સારા લાગ્યા. જે સીધા પ્રેક્ષકોના હૃદયમાં ઉતર્યા. ફિલ્મમાં વિવિધ સમય દર્શાવવામાં આવ્યો હતો. દિગ્દર્શકએ એક સમયથી બીજા સમયે જવાનું ખુબ સારી રીતે બતાવ્યું છે. આ જોઈને, તમને એવું નહીં લાગે કે એક સમયના સીન પછી તરત બીજા સમયનો સીન કઈ રીતે આવ્યો. અંતે કહી શકાય કે, ફિલ્મમાં ખુબ સારી રીતે ધ્યાન અપાયું છે.