- 1926માં જન્મેલા ચિત્રકાર લક્ષ્મણ પાઈએ રવિવારે લીધા અંતિમ શ્વાસ
- ગોવામાં તેમના નિવાસસ્થાન ડોના પાઉલામાં તેમનું નિધન થયું
- વર્ષ 2018માં લક્ષ્મણ પાઈને પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા
આ પણ વાંચોઃબારડોલી તાલુકા કોંગ્રેસ પ્રમુખનું નિધન
પણજીઃ દેશના પ્રખ્યાત ચિત્રકાર અને પદ્મભૂષણથી સન્માનિત થયેલા એવા લક્ષ્મણ પાઈનું રવિવારે સાંજે નિધન થયું છે. 95 વર્ષની વયે તેમણે ગોવામાં પોતાના નિવાસસ્થાન ડોના પાઉલામાં અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 1926માં ગોવામાં તેમનો જન્મ થયો હતો. તેમના જીવનકાળમાં તેમને પદ્મભૂષણ, પદ્મશ્રી, નેહરૂ પુરસ્કાર અને લલિત કલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે પાઈના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લક્ષ્મણ પાઈને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. પદ્મભૂષણ ભારતનો ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.