આ તસ્વીરોમાંથી એકમાં તે કેમેરાની સામે પીઠ કરીને મસલ્સ બતાવી રહી છે. જ્યાં કેપ્શનમાં લખ્યું હતું કે, કાલથી વધારે આજે મજબૂત બનો.
સોશિયલ મીડિયા પર દિશા પટનીની ફિટ બૉડી જોઈ દંગ રહ્યા લોકો ! - social media
મુંબઈ: ફિટનેસ માટે જાણીતી પ્રખ્યાત અભિનેત્રી દિશા પટનીએ સોશિયલ મીડિયા પર હાલમાં પોતાની ફિટ બૉડીને ફ્લોન્ટ કરતી તસ્વીરો શેર કરી છે. દિશાએ ઈંસ્ટાગ્રામ પર અનેક તસ્વીર શેર કરી છે, જેમાં તેની પરફેક્ટ ટોન્ડ બૉડી દેખાઈ રહી છે. ફિટનેસ ફ્રિક દિશા આ તસ્વીરોમાં સફેદ બ્રેલેટ અને થાઈ હાઈ સ્લીટ યોગા પેંટ્સમાં જોવા મળી રહી છે.
Instagram
દિશા છેલ્લે ભારત ફિલ્મમાં જોવા મળી હતી. તે મોટા ભાગે સોશિયલ મીડિયા પર પોતાના વર્ક આઉટને શેર કરતી હોય છે.
હાલમાં દિશા મલંગ ફિલ્મના શૂટીંગમાં વ્યસ્ત છે. જ્યાં તેની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમૂ જેવા કલાકારો જોવા મળશે.