મુંબઈ: સમગ્ર દેશમાં 2.5 મહિનાથી ચાલી રહેલા લોકડાઉન બાદ અનલોક-1 શરૂ થતાની સાથે બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ ઘરની બહાર તાજી હવામાં શ્વાસ લેતા જોવા મળ્યા હતા.
ઘણા દિવસો સુધી ઘરમાં કેદ રહ્યા બાદ સૈફ અલી ખાન અને કરીના કપૂર મરીન ડ્રાઈવ પર જોવા મળ્યાં હતા.
માત્ર સૈફ-કરીના જ નહીં, પરંતુ અન્ય બોલિવૂડ હસ્તિઓએ પણ ઘરની બહાર નિકળવું શરૂ કરી દીધું છે.
એકતા કપૂરે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. જો કે, મંદિર બંધ હોવાથી એકતાએ પુત્ર રવિ સાથે બહારથી જ ભગવાનને પ્રાથના કરી હતી.
રકુલ પ્રીત સિંહ બાંદ્રાના દરિયા કિનારે 10 કિમી સુધી પગપાળા જતા જોવા મળ્યા હતા. જેની તસ્વીર તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામમાં શેર કરી છે.
નેહા ધૂપિયા બાંદ્રાના માઉન્ટ મેરી ચર્ચમાં ગઈ હતી. જેની તસ્વીર તેમણે સોશિયલ મીડિયામાં શેર કરી છે.
માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, પરંતુ ટીવી એકટર્સ પણ ઘરની બહાર નિકળતા જોવા મળ્યા હતા.