મુંબઈઃ લોકડાઉન દરમિયાન તમામ ફિલ્મ અને સિરિયના શૂટિંગ બંધ છે. એવામાં ટીવી પર મહાભારત અને રામાયણ સિરિયલને ફરી ટીવી પર પ્રસારિત કરવામાં આવી છે. જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કડીમાં વધુ એક 'હર મુશ્કેલ કા હલ અકબર બિરબલ' ટીવી શો નાના પડદા પર પ્રસારીત કરવામાં આવશે.
લોકડાઉન દરમિયાન રામાયણ બાદ 'હર મુશ્કેલ કા હલ અકબર બિરબલ' ટીવી શૉ પ્રસારિત - મહાભારત
લોકડાઉન દરમિયાન ટીવી પર મહાભારત અને રામાયણ સિરિયલને ફરી ટીવી પર પ્રસારિત કરવામાં આવી છે. જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કડીમાં વધુ એક 'હર મુશ્કેલ કા હલ અકબર બિરબલ' ટીવી શૉ પણ નાના પડદા પર પ્રસારીત કરવામાં આવશે
આ શૉ ના કલાકારો વિશાલ કોટિયન, ડેલનાજ ઈરાની અને કિશ્વર મર્ચેટ શૉ સાથે જોડાયેલી યાદો શેર કરી હતી. લોકપ્રિય કોમેડી શૉ એકબર અને બીરબલની વાર્તાઓથી પ્રરિત છે. શૉ માં બિરબલની ભુમિકા ભજવનાર વિશાલે કહ્યું કે, ' શો માં કામ કરવાનો મારો અનુભવ ખુબ જ યાદગાર રહ્યો હતો. કારણ કે હું સેટ પર હંમેશા દોસ્તોથી ઘેરાયેલો રહેતો હતો. તે સમયે કોઈને અંદાજો પણ નહતો કે શૉ આટલો બધો હીટ જશે.'
આ સીરીયલમાં મહારાની જોધાનું પાત્ર નિભાવતાં ડેલનાજે કહ્યું કે, ' શૉ સાથે કેટલીય હસીન યાદો જોડાયેલી છે. જેમ કે સેટ પર અમે વધારે સમય પસાર કરતાં હવાથી દરેકે પોતાના સેટ રુમને પોતની પસંદ મુજબ સજાવીને રાખ્યાં હતા. મારા રુમમાં પ્રેયર કોર્નર, ઓફિસ કોર્નર અને મિર્ચી લાઈટ્સ હતી અને અમે રોજ દિવો પ્રગટાવતાં હતાં.'