ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનવ કોહલીએ પોતાને ગણાવ્યા 'વિકટમ કાર્ડ'ના શિકાર

શ્વેતા તિવારીના ભૂતપૂર્વ પતિ અને અભિનેતા અભિનવ કોહલીએ તેમના પર લગાવવામાં આવેલા ઘરેલુ હિંસાના આરોપો અંગે કહ્યું હતું કે, અભિનેત્રીએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નથી, અને તે પોતે જ વિક્ટિમ કાર્ડના શિકાર છે.

abhinav kohli
abhinav kohli

By

Published : Jun 19, 2020, 3:54 PM IST

મુંબઇ: ગત વર્ષે ઘરેલુ હિંસાનો આરોપ લગાવનાર ટીવી સ્ટાર શ્વેતા તિવારીના પૂર્વ પતિ અને અભિનેતા અભિનવ કોહલીએ પોતાને 'વિકટીમ કાર્ડનો શિકાર' ગણાવ્યા હતા.

અભિનવ કોહલીએ પોતાને ગણાવ્યા 'વિકટમ કાર્ડ'ના શિકાર

અભિનવે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા અનેક ઘટસ્ફોટ કર્યા છે.

આ બધાની શરૂઆત લગભગ એક અઠવાડિયા પહેલા થઈ હતી, જ્યારે અભિનવે શ્વેતાનો એક વીડિયો 'મેરે પપ્પા કી દુલ્હન' સહ-અભિનેતા ફહમન ખાન સાથે શેર કર્યો હતો.

અભિનવ કોહલીએ પોતાને ગણાવ્યા 'વિકટમ કાર્ડ'ના શિકાર

ત્યારે અભિનવે અભિનેત્રીની તસવીર શેર કરી અને દાવો કર્યો કે શ્વેતાએ તેની સામે ક્યારેય ઘરેલું ફરિયાદ નોંધાવી નથી.

આ સાથે તેમણે લખ્યું, 'મેં આજે કેટલાક સમાચાર લેખ વાંચ્યા, શ્વેતા તિવારીએ ફરિયાદ કરી નથી. તેણે મારી વિરુદ્ધ ઘરેલુ હિંસાની એક પણ ફરિયાદ કરી નથી, કે મારી પુત્રી સાથે ખરાબ વર્તન કરવા માટે છેલ્લા 12 વર્ષમાં એક પણ ફરિયાદ નોંધાઇ નથી.

અભિનવ કોહલીએ પોતાને ગણાવ્યા 'વિકટમ કાર્ડ'ના શિકાર

ત્યારબાદ તેણે શ્વેતા સાથેની વાતચીતનો સ્ક્રીન શૉટ શેર કર્યો, જેમાં શ્વેતાનો નંબર 'શ્રીમતી કુડલ્સ કોહલી' તરીકે સેવ કરવામાં આવ્યો છે. આ વૉટ્સએપ ચેટ 12 એપ્રિલ, 2020ની છે.

અભિનવ કોહલીએ પોતાને ગણાવ્યા 'વિકટમ કાર્ડ'ના શિકાર

તાજેતરમાં જ અભિનવે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી, જેના પર લોકોને લાગવા માંડ્યું કે અભિનેત્રી હવે તેના પૂર્વ પતિની સાથે રહેવા ગઈ છે, પરંતુ શ્વેતાએ તે બાબતોને નકારી કાઢી હતી.

ABOUT THE AUTHOR

...view details