મુંબઈ: બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના સ્ટાફના 26 લોકોને કોરોનાની તપાસ કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને શનિવારના રોજ કોરોના પોઝિટિવ આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
અભિષેક બચ્ચનની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યનો રિપોર્ટ પણ રવિવારના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે હાલમાં હોમ ક્વોરેન્ટાઈમાં છે. જ્યારે અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
બચ્ચન પરિવારના સંપર્કમાં લગભગ 54 લોકો આવ્યા હતા. જેમાંથી 28 લોકો ક્વોરેન્ટાઈમાં છે.
બચ્ચન પરિવારને કોરોના પોઝિટિવ આવવાના સમાચાર બાદ સોશિયલ મીડિયા પર તેમના ફ્રેન્ડ્સથી લઈને બોલિવુડના સીતારા પણ તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેની પ્રાર્થના કરી રહ્યા છે.
બચ્ચન પરિવારના સ્વાસ્થ્ય માટે એક્ટ્રેસ જુહી ચાવલાએ ટ્વીટ કરી અને પ્રાર્થના કરી હતી. સાથે જ વિવેક ઓબેરોયએ પણ ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાના સમાચાર સાંભળી લિંગ શેર કરી પરિવારને સલામતી માટે પ્રાર્થના કરી હતી.
વિવેકે ટ્વિટર અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું બચ્ચન પરિવારની સલામતી અને તે જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના છે.