ઝોયાની પોતાની લાઈફમાં નસીબ તેને ક્યાંય સાથ આપતા નથી. આ ફિલ્મમાં સંજય કપૂર ઝોયાના પિતાના રોલમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા ઝોયા સોલંકી નામની છોકરીના સંઘર્ષની છે. ફિલ્મની સ્ટોરી લેખિકા અનુજા ચૌહાણની એક ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત છોકરીની વાત છે જેનું નામ ઝોયા છે.
સોનમ કપુરની ‘ઝોયા ફેક્ટર'નું Trailer રિલીઝ
મુબંઇ: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર પોતાના ફેશનેબલ અંદાજથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરના કારણે ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલરને પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સોનમ સાથે સાઉથનો એક્ટર દલકીર સલમાન જોવા મળી રહ્યા છો. આ ફિલ્મનું ટ્રેલર પહેલાં 27 ઓગસ્ટે રિલીઝ કરવાનું આયોજન હતું, પણ જ્યોતિષીઓની સલાહ માનીને એને 29 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’એ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.
‘ઝોયા ફેક્ટર'નું રિલીઝ થયું મજેદાર Trailer
સોનમ કપૂરની મચ અવેઇટેડ ફિલ્મ ધ જોયા ફેક્ટરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં સોનમના અપોઝિટ સાઉથના સુપરસ્ટાર દિલકર સલમાન છે. ફિલ્મની કહાની ક્રિકેટની આસપાસ ફરે છે. જેમાં પોતાની લાઇફમાં પોતાની અનલકી માનતી સોનમ ક્રિકેટની દુનિયામાં લકી ચાર્મ બની જાય છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે, જેને અભિષેક શર્માએ ડાયરેક્ટ કરી છે.