મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ઝાયરા વસીમે એક ટ્વિટ કર્યુ છે. જે જોઈને લાગે છે કે તેનો ઈશારો બબીતા ફોગાટ તરફ છે. કારણ કે બબીતા ફોગાટે તબલીઘી જમાત પર કરેલા ટ્વિટને કારણે ખુબ જ ટ્રોલ થઈ રહી છે. તેમજ તેને ફોનમાં ધમકીઓ મળી રહી છે. જેના જવાબમાં ઝાયરા વસીમે પણ ટ્વિટ કર્યુ છે.
સમગ્ર દેશમાં કોરોના વાઈરસ દિન પ્રતિદિન વધતો રહ્યો છે. એવામાં હર કોઈ દેશ માટે ચિંતિત છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોમાં સૌથી વધુ લોકો તબલીઘી જમાતવાળા લોકો છે. જે મુદ્દો હાલ ખુબ જ ચર્ચામાં છે. એવામાં બબીતા ફોગાટે આ અંગે ટ્વિટ કરી તબલીઘી જમાત પર નિશાન સાધ્યું છે. ફોગાટના આ ટ્વિટને લઈને તે ખુબ જ ટ્રોલ થઈ રહી છે. તેમજ બબીતાને ફોન પર ધમકીઓ પણ મળી રહી છે.