મુંબઈ: છેલ્લા થોડા દિવસોથી સુશાંત સિંહ રાજપૂતના નિધનને લઈને બોલિવૂડ તેમજ અન્ય ફિલ્મોદ્યોગમાં નેપોટિઝમ તેમજ નોન ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવતા લોકો પ્રત્યે ભેદભાવ વગેરે વિવાદો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કેટલાય અભિનેતાઓ તથા પ્રખ્યાત વ્યકિતઓએ આ મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે.
બંગાળી સોશીયલ મીડિયા સમૂહો દ્વારા અનુપમના વીડિયોને ટ્રોલ કરી રહ્યા છે, જેમાં તે ફિલ્મોદ્યોગમાં મુશ્કેલીઓની વાતો કરી રહ્યા છે. નેટીઝંસ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બંગાળી અભિનેત્રી રીટા કોઈરલએ અનુપમ ખેર પર તેનું કરિયર બરબાદ કરવાના આરોપો મૂક્યા હતા અને તેને બોલિવૂડમાં કોઈપણ રીતે ન આવવા દેવા પેરવી કરી હતી.
સ્વર્ગીય રિતુપર્ણ ઘોષ દ્વારા નિર્દેશિત વર્ષ 2000ની ફિલ્મ ‘બારીવાલી’ માં કિરણ ખેર, રૂપા ગાંગુલી, અને ચિરંજીત ચક્રવર્તીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. કિરણ ખેર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી નેશનલ એવોર્ડ વિજેતા બની હતી. પરંતુ અનુપમની પત્ની કિરણ ખેરનો અવાજ અભિનેત્રી રીટા કોઈરલ દ્વારા ડબ કરવામાં આવ્યો હતો.
રીટાએ જણાવ્યું હતું કે અનુપમ ખેરે તેને ફોન કરી જણાવ્યું હતું કે ડબિંગના તેને પૈસા આપી દેવામાં આવશે. પરંતુ તે આ વાત મીડિયામાં જાહેર નહીં કરે. કે ફિલ્મમાં કિરણનો પોતાનો અવાજ નથી. રીટાએ આ વાત ન માનતા અનુપમે તેને ધમકાવી હતી અને તેની કારકિર્દી ખતમ કરી દેવાની વાત કરી હતી. તે આજીવન મુંબઈ નહી આવી શકે તેમજ બોલિવૂડમાં પ્રવેશવા દેવામાં આવશે નહી તેમ કહ્યું હતું.
કિરણના અવાજના વિવાદને પગલે રાષ્ટ્રીય પુરસ્કાર તેને આપવામાં પણ વિલંબ થયો હતો તે છતાં થોડા સમય બાદ તેને સન્માનિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ એક ઇન્ટરવ્યૂમાં રિતુપર્ણ ઘોષએ પોતે આ વાત કબૂલી લીધી હતી.