ગુજરાત

gujarat

ETV Bharat / sitara

KS Sethumadhavan Passes Away : જાણીતા ફિલ્મ નિર્માતા કે.એસ. સેતુમાધવનનું થયું અવસાન

ફિલ્મકાર કેએસ સેતુમાધવન(KS Sethumadhavan Passes Away) 90 વર્ષની ઉંમરમાં નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. કે.એસ. વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓથી અવસાન થયા હોવાની માહિતી મળી રહી છે.

KS Sethumadhavan Passes Away : જાણીતા ફિલ્મ નિર્માતા કેએસ સેતુમાધવનનું અવસાન
KS Sethumadhavan Passes Away : જાણીતા ફિલ્મ નિર્માતા કેએસ સેતુમાધવનનું અવસાન

By

Published : Dec 24, 2021, 12:38 PM IST

તિરુવનંતપુરમ : જાણીતા ફિલ્મકાર કે.એસ. સેતુમાધવનનું ચેન્નઈમાં તેમના નિવાસ સ્થાને નિધન(KS Sethumadhavan passes away) થયું છે. ફિલ્મ જગતમાંથી મળતી માહિતી અનુસાર શુક્રવારે કે.એસ. સેતુમાધવનએ ચેન્નઈમાં(KS Sethumadhavan Death in Chennai) અંતિમ શ્વાસ લીધા છે. કે.એસ. સેતુમાધવનની ઉંમર 90 વર્ષ હતી ત્યારે વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓથી અવસાન થયા હોવાની માહિતી મળી રહી છે.

કેએસ સેતુમાધવને 60થી વધુ ફિલ્મોનું નિર્દેશન

કે.એસ. સેતુમાધવને અનેક રાષ્ટ્રીય અને રાજ્ય પુરસ્કારો(Award to KS Sethumadhavan) પ્રાપ્ત કરનાર છે. સેતુમાધવને તેની કારકિર્દી 1960ના દાયકામાં શરૂ કરી હતી, દાયકાઓ સુધીની કારકિર્દીમાં, તેમણે પાંચ ભાષાઓમાં 60થી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

કે.એસ. સેતુમાધવને વિવિઘ ભાષાની ફિલ્મોનું નિર્દેશન કર્યું છે

કે.એસ. સેતુમાધવને મલયાલમ ઉપરાંત તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોનું નિર્દેશન(Direction of KS Sethumadhav Films) કર્યું હતું. મલયાલમમાં દિગ્દર્શિત તેમની છેલ્લી ફિલ્મ 1991માં આવેલી 'વેનાલ્કિનાવુકલ' હતી. 2010 માં, કેરળ સરકારે તેમને કેરળ ફિલ્મ ઉદ્યોગના સર્વોચ્ચ સન્માન 'જેસી ડેનિયલ એવોર્ડ'થી(Jesse Daniel Award to KS Sethumadhavan) સન્માનિત કર્યા હતા. સેતુમાધવનનો જન્મ 1931માં કેરલની ઉત્તરી પાલકડ જિલ્લામાં થયો હતો. તેમના પરિવારમાં પત્ની વલસલા અને ત્રણ બાળકો છે

આ પણ વાંચોઃ Mohammad Rafi Birth Anniversary : મોહમ્મદ રફી સાહેબે હિન્દી સિનેમા પર અમીટ છાપ છોડી

આ પણ વાંચોઃ Sara Ali Karan: 'ચકા ચક' ગીત માટે સારા અલી ખાન કરણ જોહરના બાથરૂમમાં પહોંચી જાણો શું હતું કારણ...

ABOUT THE AUTHOR

...view details