મુંબઇઃ બૉલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ભલે આ વખતે ઇદ પર ફેન્સને તે ભેટ ન આપી શક્યા જે તે દર વખતે લઇને આવે છે, પોતાની ફિલ્મ... પરંતુ લોકોએ નિરાશ થવાની જરુર નથી. 'બીઇંગ હ્યુમન' બાદ હવે સલમાન ખાને વધુ એક બ્રાન્ડ 'ફ્રેશ' લૉન્ચ કરી છે. જેની શરુઆત તેમણે સેનિટાઇઝરથી કરી છે. આ સાથે જ તે ફેન્સ માટે એક ગીત પણ રિલીઝ કરશે.
સલમાન ખાને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, મારું નામ સલમાન ખાન અને હાલમાં જ એક બ્રાન્ડ લૉન્ચ કરી છે. જેનું નામ ફ્રેશ છે. ફ્રેશનો સ્પેલિંગ છે, FRSH... જે પાછળ તેનું કારણ પણ જણાવ્યું હતું.
સલમાને કહ્યું કે, હાથ સાફ કરવા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, 'પહેલા અમે ડીઓડોરન્ટ શરૂ કરવા જઈ રહ્યા હતા, પરંતુ હવે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સેનિટાઇઝર શરૂ કરવામાં આવ્યું છે. થોડા દિવસો પછી, વાઇપ્સ, અત્તર પણ આવશે. તેની બ્રાંડની ટૅગલાઇન છે 'ફ્રેશ રહો, સલામત રહો'.
સલમાન ખાને કેપ્શનમાં લખ્યું, 'આ શું છે? કોનું? કોના માટે? અને તે ક્યારે અને ક્યાં મળશે? આ તમારી અને મારી બ્રાન્ડ છે. તમારા માટે ઘણું લાવશે, હાલમાં સેનિટાઈઝર લાવ્યું છે. તમારા માટે છે, જેથી તમે સલામત અને સ્વચ્છ રહો. તમને આ પહેલા ફ્રેશની વેબસાઇટ પર અને પછી દરેક જગ્યાએ મળશે.
વધુમાં તમને જણાવીએ કે, સલમાન દર વર્ષે ઈદ પર 'વોન્ટેડ', 'દબંગ', 'સુલતાન', 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મ્સ રિલીઝ કરીને તેના ચાહકોને સરપ્રાઇઝ આપી રહ્યો છે, આ વર્ષે પણ તેની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' થિયેટરો રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે આ શક્ય બન્યું નથી. તો સલમાન તેનું નવું ગીત લૉન્ચ કરશે અને ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવશે. આ પહેલા તેઓ 'તેરે બીના' અને 'પ્યાર કરો ના' રિલીઝ કરી ચૂક્યા છે.