મુંબઈ: સંગીતકાર વાજિદ ખાનના નિધનથી બૉલીવૂડમાં શોકનો માહોલ છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વાજિદ ખાનનું નિધન થયું હતું. તેના ગળાનો ઉપચાર ચાલી રહ્યો હતો. જોકે તેમાં કોવિડ-19નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
બૉલીવૂડની સંગીતકાર જોડી સાજિદ-વાજિદના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં વાજિદ ખાનના પરિવારે તેની સારવાર માટે હોસ્પિટલના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.
વાજિદ ખાને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેના પરિવારનું કહેવું છે કે, તેનું મોત કાર્ડિયક અરેસ્ટને કારણે થયું છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે, વાજિદ ખાનનું મોત કોરોના વાઈરસને કારણે થયું હતું.
સંગીતકારના પરિવારે હોસ્પિટલના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, 'વાજિદ ખાનનું 47 વર્ષની વયે કાર્ડિયક અરેસ્ટને કારણે હોસ્પિટલમાં નિધન થયું છે. ગત વર્ષે તેની કિડની ટ્રાંસપ્લાંટ કરવામાં આવી હતી. અમે ડૉ પ્રિન્સ સુરાણાનો આભાર વ્યક્ત કરીએ છીએ, જેણે પરિવારની જેમ જ વાજિદ ખાનની ભાઈની જેમ સભાંળ રાખી હતી.