મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન ખૂબ જ ખુશ છે કે, તેણે ડૉક્ટરો માટે 2500થી વધુ પીપીઈ કીટ અને 16 લાખ રૂપિયા એકઠા કર્યા છે.
વિદ્યાએ આ ઉમદા હેતુ માટે સેલિબ્રિટી શટઆઉટ પ્લેટફોર્મ ટ્રિંગ, વિશામ ફિલ્મ્સના મનીષ મુન્દ્રા અને ફોટોગ્રાફર કમ ફિલ્મ નિર્માતા અતુલ કાસબેકર સાથે પણ સહયોગ કર્યો છે. તેણે રવિવારે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ સારા સમાચાર શેર કર્યા છે.
એક વીડિયોમાં કહ્યું કે, "હું આજે સવારે સારા સમાચાર સાથે જાગી છું. અમે 2500 પીપીઈ કીટ પહોંચી ગયા છે અને થોડા કલાકોમાં 16 લાખ રૂપિયાથી વધુ એકત્રિત કર્યા છે. તમે દરેકે દાન આપ્યું છે અને તે શક્ય બન્યું છે, તમારો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ઘણાં આશીર્વાદ. આ ખરેખર ભારતની એકતા અને ભાવના છે…"
વિદ્યાએ વીડિયો સાથે લખ્યું કે, "દુનિયાભરના દાન માટે આપના સમર્થન માટે આપનો ખૂબ ખૂબ આભાર. થોડા કલાકોમાં અમે 2500 કીટ, 16 લાખ રૂપિયા એકત્રિત કર્યા છે, તે સમાચાર શેર કરવામાં મને ખુશી છે. અમારા પ્રારંભિક લક્ષ્યને બમણી કરવામાં તમારી સહાય બદલ આભાર. "