મુંબઈ: બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે તેના લોકપ્રિય કલાકારો ઋષિ કપૂર, ઇરફાન ખાન, વાજિદ ખાન અને સુશાંત સિંહ રાજપૂતના નિધન ને પગલે ઘેરા આઘાતની લાગણી અનુભવી રહી છે. ત્યારે અભિનેતા વિકી કૌશલે મંગળવારે બધાને શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
જે છે, અને જે જતા રહ્યા..તમામને સુખ અને શાંતિ મળે તેવી પ્રાર્થના: વિકી કૌશલ - ઋષિ કપૂર
અભિનેતા વિકી કૌશલે સોશિયલ મીડિયા પર મંગળવારે થ્રોબેક તસ્વીર શેર કરી સૌના જીવનમાં શાંતિ અને ખુશાલી માટે પ્રાર્થના કરી હતી. આ તસ્વીરમાં તે સુવર્ણ મંદિરમાં પ્રાર્થના કરતો જોવા મળી રહ્યો છે.
જે છે, અને જે જતા રહ્યા..તમામને સુખ અને શાંતિ મળે તેવી પ્રાર્થના: વિકી કૌશલ
વિકીએ તેની એક જૂની તસ્વીર શેર કરી હતી જેમાં તે સુવર્ણ મંદિરમાં પ્રાર્થના કરતો જોવા મળી રહ્યો છે. તેણે કેપશનમાં લખ્યું, “જે છે.. અને જે જતા રહ્યા…તે તમામને સુખ અને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું…”
આ પહેલા સુશાંતના નિધન પર વિકીએ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે “તેને ક્યારેય ઓળખવાની તક નથી મળી પણ તેમ છતાં ખૂબ પીડાદાયક લાગી રહ્યું છે. તેના પરિવારજનો અને મિત્રો જે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે તેની કલ્પના પણ નથી કરી શકતો. ભગવાન તેમને શક્તિ આપે. RIP સુશાંત.”