મુંબઈ: અભિનેતા વિકી કૌશલે અનુરાગ કશ્યપની નવી ડિજીટલ ફિલ્મ ‘ચોકડ: પૈસા બોલતા હૈ’ ને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં તેમણે પોતાના વ્યક્તિગત વિચારોને સામેલ કર્યા નથી. જે એક સારી વાત છે. તેઓ ફિલ્મના સુખદ અંતને લઈને આશ્ચર્યચકિત થયો હતો.
ફિલ્મની એક કલાકાર અમૃતા સુભાષના અભિનયના વખાણ કરતા વિકીએ જણાવ્યું હતું કે “નોટબંધી પર તેની પ્રતિક્રિયા જબરદસ્ત હતી. મને નથી લાગતું કે અન્ય કોઈ રીતે આ ઘટનાનો ‘આઘાત’ દર્શાવી શકાયો હોત."