મુંબઈઃ બૉલિવૂડ એક્ટર વિક્કી કૌશલના નાના ભાઈ સની કૌશલની 'ધ ફર્ગોટન આર્મી- આઝાદી કે લીએ' વેબ સીરિઝ આવી રહી છે. નાના ભાઈ સનીની વેબ સીરિઝના પ્રમોશનમાં વિક્કી કૌશલ પણ જોડાયો હતો. વીડિયો સ્ટ્રિમિંગ એમેઝોન પ્રાઈમ પર આવનારી સૈનિકોના સંઘર્ષ પર આધારિત આ વેબ સીરિઝમાં વિક્કી કૌશલનો ભાઈ સની કૌશલ ભારતીય સૈનિકની ભુમિકા નિભાવી રહ્યો છે.
આ વેબ સીરિઝના નિર્માતાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જે વીડિયોમાં સૈનિકો તરફથી દેશના નાગરિકોને એક પાવરફુલ મેસેજ પહોંચાડવામાં આવ્યો છે. તેમજ આ વીડિયોમાં વિક્કી અને સની એકાબીજા સાથે વર્ષ 1944, 1948, 1961 અને 1999માં સૈનિકોએ કરેલા સંઘર્ષને લઈને વાત કરે છે. વિક્કી કહે છે કે, સૈનિકોને વીર કહેવામાં આવે છે, જ્યારે સની કહે છે કે સૈનિકોને ગદ્દાર કહેવામાં આવે છે. બંને પોત-પોતાની લાઈનમાં સૈનિકોની વાત જણાવે છે.