મુંબઈઃ 'ઉરી' ફેમ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ વચ્ચે અફેર હોવાની બૉલિવૂડ ગલિયારોમાં ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વિક્કી અને કેટરીના એકસાથે જોવા મળે છે. ગત સપ્તાહમાં અબ્બાસ ઝફરની પાર્ટીમાં બંને ભેગા જોવા મળ્યાં હતાં.
વિક્કી અને કેટરીના વચ્ચે અફેરની ફરી ચર્ચા, ફેન્સ હકીકત જાણવા ઉત્સુક
બૉલિવૂડ ગલિયારોમાં ફરી વિક્કી અને કેટરીનાના અફેરની ચર્ચા થઈ રહી છે. ખેરખર બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાણવા ફેન્સ પણ ઉત્સુક છે.
વિક્કી અને કેટરીનાના અફેરની ચર્ચાઓ બૉલિવૂડમાં થઈ રહી છે. બંને એક બીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યાં છે. ન્યુ યર પર બંનેએ સાથે સેલિબ્રેશન કરવાનું પ્લાનિંગ કર્યુ હતું. અનેક વખત કેટરીના અને વિક્કી એકસાથે હોટલમાં ડિનર કરતા તો ક્યારેક પાર્ટીમાં જતાં તો ક્યારેક એરપોર્ટ પર સ્પોટ થાય છે.
ખરેખર વિક્કી અને કેટરીના વચ્ચે શું ચાલી રહ્યું તે માટે ફેન્સ પણ ઉત્સુક છે. બંનેના રિલેશનને પબ્લિસિટી સ્ટંટ પણ કહેવું યોગ્ય નથી, પણ હા ફેન્સ એ જાણવા જરુર ઉત્સુક છે કે બંને વચ્ચે શું ખિચડી રંઘાઈ રહી છે.