ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પીઢ ગીતકાર યોગેશ ગૌરનું નિધન, બોલીવૂડે આપી શ્રદ્ધાંજલિ - ઋષિકેશ મુખર્જી

બોલીવુડના પીઢ ગીતકાર યોગેશ ગૌરનું મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેઓ મુંબઈના નાલા સોપારામાં તેમના શિષ્ય સાથે રહેતા હતા. લતા મંગેશકરે યોગેશ ગૌરના નિધન પર તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.

યોગેશ ગૌર
યોગેશ ગૌર

By

Published : May 30, 2020, 11:45 AM IST

મુંબઈ: ફિલ્મ 'આનંદ' માટે 'કહિં દૂર જબ દિન ઢલ જાય' અને 'જિંદગી કૈસી હૈ પહેલી' જેવા ગીતો લખનારા દિગ્ગજ ગીતકાર યોગેશ ગૌરનું શુક્રવારે 77 વર્ષની વયે અવસાન થયું હતું. યોગેશ 70ના દાયકામાં હિંદી સિનેમાના એક મુખ્ય ગીતકાર હતા. તેમને ઋષિકેશ મુખર્જી અને બાસુ ચેટર્જી માટે એવરગ્રિન ગીતો લખ્યા હતા.

બોલીવુડના પીઢ ગીતકાર યોગેશ ગૌરનું મુંબઈમાં અવસાન

યોગેશે દ્વારા લખાયેલા કેટલાક એવરગ્રીન ટ્રેક્સ 'બડી સુની સુની હૈ', 'મેંને કહા ફૂલ સે' (મિલી), 'રજનીગંધા ફૂલ તુમ્હારે', 'કઈ બાર યુંહી દેખા હૈ' (રજનીગંધા) અને 'ના જાને ક્યો હૈ યે જીન્દગી કે સાથ, અને 'તેરે દો નયન' અને 'જવાની જાનેમાન' જેવા ગીતોનો સમાવેશ થાય છે.

પીઢ ગાયિકા લતા મંગેશકરે સોશિયલ મીડિયા પર ગૌરની વિદાય પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટર પર લખ્યું કે, 'મને હમણાં જ ખબર પડી કે હૃદયને સ્પર્શતા ગીતો લખનારા કવિ યોગેશ જીનું આજે અવસાન થયું. મને આ સાંભળીને ખૂબ દુ:ખ થયું છે. મેં યોગેશ જી દ્વારા લખાયેલા ઘણા ગીતો ગાયા છે. યોગેશ જી ખૂબ જ શાંત અને મધુર વ્યક્તિ હતા. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું.

લેખક-ગીતકાર વરુણ ગ્રોવરે લખ્યું કે, ગુડબાય યોગેશ સાહબ. ઘણા ગીત રત્નોના સર્જક, તેઓ હંમેશાં સાદગી અને સરળતામાં પણ મીઠાશ શોધી લેતા હતા.

મહેશ ભટ્ટે તેમની પહેલી ફિલ્મ મંઝિલેના ગીતના કેપ્શન સાથે પીઢ ગીતકારને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ગૌરનો જન્મ લખનઉમાં થયો હતો. તેઓ એક સંબંધીની મદદથી 16 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા હતા. તેમને મોટો બ્રેક ઋષિકેશ મુખર્જીની ફિલ્મ 'આનંદ'થી મળ્યો હતો. તેમની ડિસ્કોગ્રાફીમાં 'રિમજીમ ગિરે સાવન' (મંઝિલ), 'બડી સુની સુની હૈ' (મિલી), 'ન બોલે તુમ ના મેને કુછ કહા'(બાતો બાતો મે) જેવા ગીતો શામેલ છે.

ABOUT THE AUTHOR

...view details