મુંબઈ: આજકાલ અનેક ઈન્ટરનેટ યુઝરમાં ખોટી માહિતી અને તથ્યહીન સમાચારો(ફેક ન્યૂઝ) ઝડપથી પ્રસરી રહ્યા છે, ત્યારે ઓનલાઇન પોસ્ટ અને શેર કરતી વખતે આપણા બધાને ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
ફેક ન્યૂઝથી ખોટી માહિતીનો ફેલાય છે અને સમુદાય પર નકારાત્મક અસર પડે છે. ટિકટોકે જાહેર સેવાની ઘોષણા(PSA) શરૂ કરી છે. જેને હેશટેગ 'ડોન્ટ ડુ ફોરવર્ડ(મત કર ફોરવર્ડ)' કહે છે. તેનો ઉદ્દેશ કે ડિજિટલ માધ્યમોમાં ખોટી માહિતી ફેલાતી રોકવા અને ફેક ન્યૂઝ વિશે જાગૃતિ લાવવાનો છે.
અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત PSAમાં વિરાટ કોહલી, સારા અલી ખાન, આયુષ્માન ખુરાના અને કૃતિ સનોન જોડાયા છે. જે સંદેશને દૂર-દૂર સુધી પહોંચાડવા માટે ટિકટોકને સમર્થન આપી રહ્યા છે. PSAએ ઈન્ટરનેટ યુઝર્સને વિનંતી કરે છે કે, આવી માહિતીને શેર પહેલા વિશ્વસનીય સ્રોતોની વિશ્વસનીયતા ચકાસી લેવી જોઈએ.
આ પહેલ અંગે ટીક્ટોક ઈન્ડિયાના વડા નિખિલ ગાંધીએ જણાવ્યું કે, ખોટી માહિતીનો પ્રસાર એ ગ્લોબલ સમસ્યા છે, જેમાં સૌની સહિયારી જવાબદારી છે. ટીકટોકમાં યુઝર્સને સર્જનાત્મક અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ. અમે અમારા યુઝરોની સલામતી અને કલ્યાણ માટે આગળ વધી રહ્યા છીએ. હેશટેગ ડોન્ટ ડુ ફોરવર્ડ એ ખોટી માહિતીના પ્રસાર વિશે જાગૃતિ લાવવા તેમજ યુઝરો માટે સલામત અને સકારાત્મક વાતાવરણ જાળવી રાખવું એ આ અભિયાનનો એક ભાગ છે.
આ સાથે તેમને એ પણ સ્પષ્ટતા કરી હતી કે, ભારત સરકારના સામાજિક અંતરની માર્ગદર્શિકા અને કોવિડ-19ના નિયમોને અનુસરીને PSAને તેમના જ ઘરમાં ડિરેક્ટર દ્વારા કાસ્ટ, શુટિંગ અને એડિટ કરવામાં આવી છે.