ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ બુધવારના રોજ પોતાની આગામી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની જાહેરાત કરી છે. જે આ ફિલ્મ હિન્દુઓના નરસંહાર પર આધારિત હશે. આ ફિલ્મ આવતા વર્ષે ઓગસ્ટમાં રીલીઝ થશે.
'તાશ્કંદ ફાઇલ્સ' પછી હવે 'કાશ્મીર ફાઇલ્સ'! - વિવેક અગ્નિહોત્રી
મુંબઇઃ 'ધ તાશ્કંદ ફાઇલ્સ'ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી હવે પોતાની નવી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના માધ્યમથી ભારતીય ઇતિહાસનું એક બીજું રહસ્ય ખોલવા જઇ રહ્યાં છે. દિગ્દર્શકે ફિલ્મની જાહેરાત કરી છે. જાણો ફિલ્મ વિશે શું છે!
ડાયરેક્ટરે પોતાના ટ્વીટર પર ફિલ્મની જાહેરાત કરતું ટ્વીટ કર્યું હતુ કે, રજુ કરીએ છીએ ધ કશ્મીર ફાઇલ્સ, આવતા વર્ષે, સેમ ટાઇમ, આપણા 73મા સ્વાતંત્ર્ય દિન પર, અમે તમારા માટે કાશ્મીરી હિંન્દુઓની અવિશ્વસનીય ખૂની અને સૌથી કરુણ કહાની લાવી રહ્યા છીએ. કૃપા કરીને અમારી ટીમને આશીર્વાદ આપો, આ કહાની કહેવી સરળ નથી."
ફિલ્મ નિર્દેશકે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. જેમાં કાશ્મીર કેશરી રંગમાં દેખાઇ રહ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની અન્ય માહિતી પણ આપવામાં આવી છે. દિગ્દર્શકે અગાઉ 'ધ તાશ્કંદ ફાઇલ્સ' બનાવી હતી. જે 1966માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમાપ્ત કરવાના તાશ્કંદ સમજોતા પછી જ લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુની આસપાસ ફરે છે. તાશ્કંદ ફાઇલ્સમાં નરીરૂદ્દીન શાહ, પલ્લવી જોશી, શ્વેતા બાસુ, પંકજ ત્રિપાઠી, મિથુન ચક્રવર્તી અને વિનય પાઠક દર્શાવવામાં આવ્યા હતા.