ગુજરાત

gujarat

ETV Bharat / sitara

તાપસી પન્નુની ફિલ્મ 'હસીન દિલરૂબા'નું ટિઝર લોન્ચ, ફિલ્મમાં જોવા મળ્યો તાપસીનો બોલ્ડ અંદાજ - તાપસી પન્નુ હસીન દિલરૂબા ટિઝર

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ હંમેશા પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વાર તે પોતાની આગામી ફિલ્મ મર્ડર મિસ્ટ્રી 'હસીન દિલરૂબા'ને લઈને ચર્ચામાં આવી છે. તેની આ ફિલ્મનું ટિઝર રિલીઝ થઈ ચૂક્યું છે. જ્યારે આ ફિલ્મ ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર 2 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મમાં તાપસીની સાથે વિક્રાંત મેસ્સી અને હર્ષવર્ધન રાણે પણ જોવા મળશે.

તાપસી પન્નુની ફિલ્મ 'હસીન દિલરૂબા'નું ટિઝર લોન્ચ, ફિલ્મમાં જોવા મળ્યો તાપસીનો બોલ્ડ અંદાજ
તાપસી પન્નુની ફિલ્મ 'હસીન દિલરૂબા'નું ટિઝર લોન્ચ, ફિલ્મમાં જોવા મળ્યો તાપસીનો બોલ્ડ અંદાજ

By

Published : Jun 8, 2021, 10:17 AM IST

  • તાપસી પન્નુની ફિલ્મ હસીન દિલરૂબાનું ટિઝર રિલીઝ
  • ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર 2 જુલાઈએ થશે રિલીઝ
  • વિક્રાંત મેસ્સી અને હર્ષવર્ધન રાણે પણ મહત્વની ભૂમિકામાં

ન્યૂઝ ડેસ્કઃ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 'હસીન દિલરૂબા' આગામી 2 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જોકે, આનું ટિઝર લોન્ચ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં તાપસી બન્નુની સાથે વિક્રાંત મેસ્સી અને હર્ષવર્ધન રાણે પણ જોવા મળશે.

આ પણ વાંચો-દિલીપ કુમાર (Dilip Kumar) સ્વસ્થ છે, સોશિયલ મીડિયાના સમાચાર પર વિશ્વાસ ન કરોઃ સાઈરા બાનુ

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટિઝર શેર કર્યું હતું. આ ઉપરાંત વિક્રાંત મેસ્સી અને હર્ષવર્ધન રાણેએ પણ ફિલ્મનું ટિઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ ફિલ્મ 2 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

આ પણ વાંચો-ફેમિલી મેન વેબ સિરીઝના બીજા ભાગમાં મનોજ બાજપાઈ અલગ અંદાજમાં, અભિનેત્રી સામંથા અક્કિનેનીએ જીત્યા દિલ

ફિલ્મમાં લવ ટ્રાયંગલ જોવા મળશે

ફિલ્મ 'હસીન દિલરૂબા'માં તાપસી પન્નુ અને વિક્રાંત મેસીને એક વિવાહિત દંપતી તરીકે દર્શાવાયા છે. જ્યારે તાપસી પન્નુનો હર્ષવર્ધન સાથે સંબંધ જોડવામાં આવ્યો છે. ત્યારબાદ લવ ટ્રાંયગલ બતાવવામાં આવ્યો છે. પછી તેમાંથી એકની હત્યા થઈ જાય છે. આ રીતે આ ફિલ્મ એક મિસ્ટ્રી થિલર છે. ત્રણ સ્ટાર્સે ફિલ્મનું ટિઝર શેર કરતા લખ્યું હતું કે, પ્યાર કે તીન રંગ, ખૂન કે છીંટો કે સંગ...!

લૉકડાઉનના કારણે ફિલ્મ મોડી રિલીઝ થશે

વિનીલ મેથ્યુના ડિરેક્શનમાં બનેલી મર્ડર મિસ્ટ્રી ફિલ્મની શૂટિંગ ગયા વર્ષે ઓક્ટોબરમાં પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું હતું. ફિલ્મની સ્ટોરી કનિકા ઢિલ્લોએ લખી છે. આ ફિલ્મ આનંદ એલ. રાયના બેનર હેઠળ બની છે. આ પહેલા ફિલ્મ 2020માં જ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે ફિલ્મની રિલીઝને ટાળી દેવામાં આવી હતી. આ ઉપરાંત તાસપી પન્નુ આગામી ફિલ્મ જન ગણ મન, રશ્મિ રોકેટ, લૂપ લપેટા, મિતાલી રાજની બાયોપિક શાબાશ મિથુ અને દોબારા જેવી ફિલ્મમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details