- એક પ્રોડક્શન હાઉસે રૂ. 350 કરોડની કરચોરી કરી હોવાની માહિતી
- એક અભિનેત્રીના નામ પર રૂ. 5 કરોડ રોકડાની રિસિપ્ટ પણ મળી
- ઈન્કમટેક્સની ટીમ તાપસી અને અનુરાગના ઘર અને કાર્યાલય પર ત્રાટકી
મુંબઈઃ ટેક્સ ચોરીના કેસમાં હવે ઈન્કમટેક્સ વિભાગે બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ અને ફિલ્મ નિર્દેશક અનુરાક કશ્યપની પૂછપરછ શરૂ કરી છે. ઈન્કમટેક્સને એક પ્રોડક્શન હાઉસે પણ રૂ. 350 કરોડની ટેક્સ ચોરીની માહિતી મળી હતી. તો બીજી તરફ એક અભિનેત્રીના નામ પર રૂ. 5 કરોડ રોકડાની રિસિપ્ટ પણ મળી છે.
આ પણ વાંચોઃછોટાઉદેપુરમાંથી રૂ. 16.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2 આરોપી ફરાર
ઈન્કમટેક્સે મુંબઈ અને પુણેમાં 30 સ્થળ પર દરોડા પાડ્યા
ઈન્કમટેક્સે બુધવારે તાપસી અને અનુરાગ કશ્યપના ઘર અને કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. ગઈકાલે પણ બંનેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ફેન્ટમ ફિલ્મ્સ સામે કરચોરીની તપાસનો એક હિસ્સો છે. ઈન્કમટેક્સ અધિકારીઓએ જણાવ્યું કે, આ દરોડા મુંબઈ અને પુણેમાં 30 સ્થળ પર કરવામાં આવી છે, જેમાં રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ ગ્રુપના સીઈઓ શુભાશિષ સરકાર અને સિલિબ્રિટી તેમજ પ્રતિભા મેનેજમેન્ટ કંપની KWANના કેટલાક અધિકારીઓ પણ સામેલ છે.
આ પણ વાંચોઃIT દરોડા અંગે રાહુલે પસ્તાળ પાડીઃ સરકાર આઈટી-સીબીઆઈને આંગળીના ટેરવે નચાવે છે
પુણેમાં શૂટિંગ દરમિયાન બંનેની પૂછપરછ કરાઈ
તાપસી અને અનુરાગ બંને ઘણા મુદ્દાઓ પર ખૂલીને પોતાના વિચાર રજૂ કરવા માટે જાણીતા છે. બંને પુણેમાં શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ઈન્કમટેક્સે બંનેની પૂછપરછ કરી હતી. આ સાથે ઈન્કમટેક્સે ફિલ્મ નિર્માતા વિક્રમાદિત્ય મોટવાને, નિર્માતા વિકાસ બહલ અને નિર્માતા મધુ મન્ટેનાના ઘરે પણ દરોડા પાડ્યા હતા.