આ ફિલ્મમાં ટીમના કેપ્ટન તરીકેની ભુમિકા રણવીર સિંહ ભજવી રહ્યો છે અને હવે આ નક્કી થઇ ગયુ છે કે ફિલ્મમાં સ્ટાર બેટ્સમેન સુનીલ ગાવસ્કરની ભુમિકા ભજવશે. એક્ટર તાહિર રાજ ભસીન આ ભુમિકા ભજવવાના છે.
કપિલદેવની બાયોપિકમાં આ એક્ટર બનશે 'સુનિલ ગાવસ્કર' - bollywood
ન્યૂઝ ડેસ્ક: આજકાલ રણવીર સિંહ ખુબ ચર્ચામાં છે. ગલીબોય રણવીર કબીર ખાનની આવનારી ફિલ્મ '83'માં કપીલ દેવની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમે જ્યારે દેશને પહેલો વિશ્વકપ અપાવ્યો હતો તેની પર આધારિત છે.
તાહિર પહેલા પહેલા મર્દાની, ફોર્સ 2 અને મંટો જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. તાહિર નેગેટિવ રોલ ભજવવા માટે પ્રખ્યાત છે, પરંતુ મંટોમાં તેની ભુમિકા જોઇને ઘણા ડાયરેક્ટરોએ તેના પ્રત્યેની ધારણાઓ બદલી છે. ફિલ્મમાં પોતાના અભિનયને સારી રીતે નીભાવવા માટે સુનીલ ગાવસ્કરની મુલાકાત લેશે. જો કે 1983ના વિશ્વકપમાં તેમનું પ્રદર્શન કઇ ખાસ નહોતુ તેમણે 8 માંથી 6 મેચ જ રમી હતી.
તાહિર રાજ ભશીનનું કહેવુ છે કે, હાલમાં હું ગાવસ્કર જેવી બેટિંગ શિખવા પર ફોકસ કરી રહ્યો છું. તેમને મળ્યા બાદ હું ઘણો ઉત્સુખ છુ. હું તેમની સ્ટાઇલ અને બેટિગની ટેક્નિકલ શીખવા પર ફોકસ કરી રહ્યો છું. આ ફિલ્મમાં તમિલ એક્ટર જીવા ક્રિકેટર કૃષ્ણામાચારી શ્રીકાંતની ભુમિકા ભજવશે. "83" થી તે બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે.