ગુજરાત

gujarat

ETV Bharat / sitara

તાપ્સી પન્નુની આગામી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’નું શૂટિંગ શરૂ

તાપસી પન્નુ ‘રશ્મિ રોકેટ’ ફિલ્મમાં પ્રતિભાશાળી રમતવીરની ભૂમિકા નિભાવી રહી છે. અભિનેતા પ્રિયાંશુ પેન્યુલી આ ફિલ્મમાં તાપસીની સાથે જોવા મળશે.

taapsee-pannu-starrer-rashmi-rocket-goes-on-floors
તાપ્સી પન્નુની આગામી ફિલ્મ રશ્મિ રોકેટનું શૂટિંગ શરૂ

By

Published : Nov 4, 2020, 3:02 PM IST

મુંબઇ: નિર્માતા રોની સ્ક્રુવાલાના બેનર આરએસવીપીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, અભિનેત્રી તાપસી પન્નુની આગામી ફિલ્મ રશ્મિ રોકેટનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તાપસી પન્નુ ‘રશ્મિ રોકેટ’ ફિલ્મમાં પ્રતિભાશાળી એથલીટની ભૂમિકા નિભાવી રહી છે.

આરએસવીપીએ આ ફિલ્મનું શુટીંગ શરૂ કરવાની જાહેરાત તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મનું શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં થવાનું હતું, પરંતુ કોરોના વાઈરસના કારણેે મોડું થયું હતું.

એમેઝોન પ્રાઈમ વીડિયોના મિર્ઝાપુર સીઝન-2માં આવનારા અભિનેતા પ્રિયાંશુ પેન્યૂલી તાપસી પન્નુ સાથે આ ફિલ્મમાં જોવા મળશે. રશ્મિ રોકેટ, નંદા પેરિયાસામી, અનિરુધ ગુહા અને કનિકા ઢિલ્લન દ્વારા લખાયેલી છે. આ ફિલ્મનું નિર્દેશન આકર્ષ ખુરાના કરશે, જેણે 'કારવાં'નું નિર્દેશન કર્યુ હતું.'

રશ્મિ રોકેટ'ની વાર્તા ગામની એક યુવતિની છે, જેને હાઇ સ્પીડ પર દોડાવવાનું વરદાન આપવામાં આવ્યું છે. જેને ગ્રામજનો રોકેટના નામથી ઓળખે છે.

આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details