મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી નેપોટિઝ્મ પર ચર્ચા તેજ થઇ છે. કંગના રનૌતે આ અંગે પોતાની વાત પણ રાખી હતી. તેમણે પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં કરણ જૌહરથી લઇને આદિત્ય ચોપડા સુધી તમામને આડે હાથ લીધા હતા. આ ચર્ચામાં તેમણે તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કરને પણ ઝપેટમાં લીધી હતી અને તેમને બી ગ્રેડ એક્ટ્રેસ કહી હતી. આ બી ગ્રેડ એક્ટ્રેસ વાળી કોમેન્ટ બાદ લાગી રહ્યું છે કે, આ દલીલ નેપોટિઝ્મની સાથે-સાથે કંગના રનૌત VS તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કર થઇ છે.
ત્રણેય અભિનેત્રીઓના ટ્વીટર એકાઉન્ટ પર ધ્યાન આપવામાં આવે તો, અંદાજો આવે કે, કેવા પ્રકારે શબ્દોના માધ્યમથી એક-બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ શકે છે.
કંગના રનૌતે ગત દિવસોમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તાપસી અને સ્વરા બી-ગ્રેડ એક્ટ્રેસ છે. તાપસીએ ત્યારે એક ટ્વીટ કર્યું હતું, જેને કંગના માટે જવાબ ગણવામાં આવે છે.
તાપસીએ લખ્યું કે, મેં સાંભળ્યું કે ધોરણ 12 અને 10ના પરિણામ બાદ અમારૂં પણ પરિણામ આવી ગયું છે. અમારી ગ્રેડ સિસ્ટમ હવે ઓફિશિયલ છે? અત્યાર સુધી તો નંબર સિસ્ટમના આધારે વેલ્યૂ નક્કી થતી હતી?
સ્વરાએ પણ તાપસીની પ્રશંસા કરતાં લખ્યું કે, તાપસીએ ખૂબ સરો જવાબ આપ્યો છે. હંમેશાની જેમ સાચી જગ્યાએ નિશાન માર્યું...
ત્યારબાદ સ્વરાએ ટ્વીટર પર લખ્યું કે, ઠીક છે ટોપિક પર ચર્ચા કરીંએ... સ્પષ્ટ કરૂં છું અને માનું છું કે, મારે જરૂર છે. મારે સમ્માનજનક પબ્લિક ઈન્ટરેક્શનની જરૂર છે. મારે ચર્ચા માટે તથ્યો અને તર્કોની જરૂર છે. મારે સમજદાર, સભ્ય અને સમ્માનિત ચર્ચાની જરૂર છે. મારે કાયદાકીય શાસનની જરૂર છે અને મારે તથ્યોની જરૂર છે. તમારે શું જોઈએ?
સ્વરા એટલામાં અટકી નહીં, તેમણે કંગનાનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો. જેમાં તે તાપસી અને સ્વરાને ચાપલૂસ આઉડસાઈડર્સ બોલી રહી છે. પોતાના ટ્વીટમાં સ્વરાએ લખ્યું કે, 1955માં પાથેર પાંચાલી સાથે કંગનાજીએ સમાનતર સિનેના ચલાવ્યું હતું, 2013માં ક્વીન ફિલ્મની સાથે ફેમિનિઝમ શરૂ કર્યું, પરંતુ આ તમામની પહેલાં તેમણે 1947માં ભારતને આઝાદી અપાવી હતી.
જેના જવાબમાં કંગનાની ટીમે લખ્યું, "પ્રિય @ReallySwara તમારામાંથી કોઈનો પણ ભારતીય સિનેમાના સુવર્ણ યુગમાં જન્મ થયો નથી. ગૈંગસ્ટર્સ માફિયાઓ અને ડોન્સે ઉદ્યોગને સંભાળ્યા બાદ આ મોટી દુર્ગંધયુક્ત ગટર બની હતી અને નારીવાદ અને સમાંતર સિનેમા જાગૃત ક્વીન 2014 સાથે થયું હતું. જો આવું નથી થયું, તો કૃપા કરીને અમને જણાવશો શું થયું?
આના જવાબમાં સ્વરાએ લખ્યું કે, કંગના જી & her team, 1955માં સત્યજીત રેની પાથેર પાંચાલીને પૈરલેલ સિનેમાની પેરોલ માનવામાં આવે છે. આ સાથે જ મૃણાલ સેન અને ઋત્વિક ઘટકને આ સિનેમાના પિતા માનવામાં આવે છે. 70ના દાયકામાં ન્યૂ વેવ સિનેમા આયા (મણિ કૌલ, કુમાર શાહણી, સઈદ મિર્જા, શ્યામ બેનેગલ, કુંદન શાહ વગેરે), સાથે MIDDLE CINEMAમા સાઈ પરાંજપેજી, ફારૂક શેખ સર, દિપ્તી નવલજી, આમોલ પાલેલકર સાહેબ યાદગાર ચહેરા છે. 2000 બાદ બદલાયેલા બોલીવુડ સિનેમામાં, હું પીપલી લાઈવ, ભેજા ફ્રાઈ, ખોસલા કા ઘોંસલાને પેરોલ સ્પેસમાં માનું છું. ક્વીન (2013) મારા માટે મેન્સ્ટ્રીમ ફિલ્મ હતી.
તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, તનુ વેડ્સ મનુની સાથે તમે, આનંદ રાય અને હિમાંશુ શર્માએ કોમર્શિયલ મેન્સ્ટ્રીમ બોલીવુડને એક નવું રૂપ આપ્યું છે. kudos! નહીં, ક્વીન પેરોન સિનેમા નહીં. રહી વાત ફેમિનિસ્ટ ફિલ્મોની તો, English Vinglish (2012), ક્વીન પહેલાં આવી હતી. શ્રીદેવીજી અને ગોરી શિન્દેને શ્રેય મળવો જોઈએ.
તાપસીના ટ્વીટની વાત કરવામાં આવે તો, તેમણે રિએક્ટ કરીને ટ્વીટ કર્યું કે, ડિરેક્ટર કનિકા ઢિલ્લને કહ્યું હતું કે તેની(તાપસી) રિલીઝ થયેલી ગત 5 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 352 કરોડ રૂપિયા કમાવવા સાથે ઘમાલ મચાવ્યો હતો.
તાપસીએ આના જવાબમાં લખ્યું કે, મને લાગે છે કે, આ મને બી ગ્રેડ માટે ક્વોલિફાઈડ કરે છે.
કંગનાની ટીમે આના પર જવાબ આપતાં ફરી એક વધુ ટ્વીટમાં લખ્યું કે, 'મિશન એમ' અને 'બદલા' મેલ ડોમિનેટેડ ફિલ્મ હતી. તાપસીએ પોતોની જીંદગીમાં એક પણ સોલો હિટ ફિલ્મ આપી નથી. કનિકા ઢિલ્લન અને લેફ્ટનું સંપૂર્ણ ઈકોસિસ્ટમ સુશાંત સિંહ રાજપૂતના મર્ડરને કવર અપ કરવાનો પ્રયાસ કરે છે.
હવે આનો જવાબ આપતાં તાપસીએ ફરી એક ટ્વીટ કર્યું કે, 'સોલો' ફિલ્મ જેવી કોઈ ફિલ્મ નથી. 'નાના-મોટા' અભિનેતા જેવા કોઈ અભિનેતા નથી. ફિલ્મ એક ટીમનો પ્રયાસ છે. જેમાં તમામ વિભાગ, તમામ કલાકાર સામેલ છે. એક નાયક સપોર્ટિંગ કાસ્ટના સમર્થન વિના કાંઈ નથી. સમ્માન મેળવવું પડે છે જબરદસ્તી લેવામાં ન આવે.
તાપસીએ આજે કંગનાના એક જૂના ઈન્ટરવ્યુનો વીડિયો શેર કરીને ટ્વીટ કર્યું કે, અરે?? તો હવે ફાઈનલ શું છે? મહત્વ રાખે છે કે આપણે અંદરના લોકો છીંએ કે નહીં. યાર આ બધું ખૂબ કન્ફ્યૂઝિંગ થઇ રહ્યું છે. હું ભૂલી જાવ કે મારૂં સ્ટેન્ડ શું છે, તે પહેલાં હું આ બધાથી બહાર નીકળવા માગુ છું.
ત્યારબાદ તાપસીએ અન્ય એક ટ્વીટ કરીને લખ્યું કે, ઓહ, સારા વાંક આ કોટો સિસ્ટમનો છે. ચાલો આ સમજવું સરળ હતું. આવી ગયું સરળ નીરાકરણ.
હવે તાપસીના આ ટ્વીટ પર કંગનાની ટીમનો શું જવાબ આવે છે અને ફરી તેના પર તાપસીનો... અને ફરી આ શબ્દોની ચર્ચા કયા રસ્તા પર આવીને પૂર્ણ થશે? આ સમય જ જણાવશે.