મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને 'પિંક' અને 'બદલા'માં સાથી કલાકાર રહેનાર અભિનેત્રી તાપસી પન્નુનો ટેક્સટ મેસેજ મળ્યો હતો. જેની પર બિગ બીએ કહ્યુ હતું કે, તાપસી એકદમ ચિલ્ડ આઉટ છે. તાપસીએ બચ્ચનને 'સાંડ કી આંખ'ના ટીઝરની લીંક શેર કરી હતી. જેને અમિતાભે ટ્વિટર પર શેર કરી તાપસીની પ્રશંસા કરી હતી.
અમિતાભ બચ્ચને કરી તાપસી પન્નુની પ્રશંસા - gujarati news
ન્યુઝ ડેસ્કઃ બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુએ તેની આગામી ફિલ્મ 'સાંડ કી આંખ'ના ટીઝરની લિંક બીગ બી ને મોકલી હતી. આ મેસેજને અમિતાભ બચ્ચને ટ્વિટર પર શેર કરી તાપસીની પ્રશંસા કરી હતી.
અમિતાભ બચ્ચને તાપસી પન્નુની કરી પ્રશંસા
'સાંડ કી આંખ' ફિલ્મ ઉત્તરપ્રદેશના જોહરી ગામની સૌથી વધુ ઉંમરની ચંદ્રો અને પ્રકાશી તોમરની કહાની છે. જેમણે 50 વર્ષની ઉંમરે શાર્પ શૂટિંગ શરુ કર્યુ હતું. તાપસી પન્નુ સાથે ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં જોવા મળશે. રિલાયન્સ ફિલ્મ એંન્ટરમેંટની આ ફિલ્મમાં તુષાર હીરાનંદાની પટકથા લેખક તરીકે તેમની કારકીર્દી શરુ કરી રહ્યા છે. જેને અનુરાગ કશ્યપ અને નિધિ પરમાર સાથે મળીને પ્રોડ્યુશ કરી રહ્યા છે.