મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના નિધનથી તેના પરિવારજનો ઘેરા આઘાતમાં છે. તેના નિધનને એક મહિનાથી પણ વધુ સમય થઇ ગયો છે. તેમ છતાં હજુ પણ એ માનવું અશક્ય છે કે તે આજે આપણી વચ્ચે નથી. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા તેના ફોટો, વીડિયો શેર કરી તેને યાદ કરી રહ્યા છે.
સુશાંતના પ્રિય 'ફજ' સાથે સમય વિતાવી રહ્યા છે પરિજનો, ઈન્સ્ટાગ્રામ પર બહેને ફોટો કર્યો શેર - સુશાંત સિંહ રાજપૂત નું નિધન
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેને ખૂબ જ પ્રિય એવો તેનો પેટ ડોગ ફજ સુશાંતના પરિવારજનો સાથે પટનામાં રહે છે. સુશાંતની બહેન શ્વેતાએ એક તસ્વીર શેર કરી છે જેમાં સુશાંતના પિતા ફજ સાથે સમય વિતાવી રહ્યા છે. આ તસ્વીરને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
સુશાંતના પ્રિય 'ફજ' સાથે સમય વિતાવી રહ્યા છે પરિજનો, ઈન્સ્ટાગ્રામ પર બહેને ફોટો કર્યો શેર
સુશાંતની બહેન શ્વેતાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાલમાં જ એક તસ્વીર શેર કરી હતી જેમાં તેના પિતા સુશાંતના પ્રિય પાલતુ શ્વાન 'ફજ' સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા. તેણે કેપશનમાં લખ્યું, "ડેડ વિથ ફજ".
સુશાંતને ફજ ખૂબ જ પ્રિય હતો. તેના નિધન બાદ તેના પરિવારજનો જ્યારે મુંબઇ આવ્યા હતા ત્યારે ત્યાંથી પટના પાછા ફરતી વખતે તેઓ ફજને પોતાની સાથે લઇ ગયા હતા. હવે તેના પરિવારજનો ફજની સારસંભાળ લઇ રહ્યા છે.