ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શું મીડિયા માફિયા છે સુશાંતના મોતનું કારણ... જાણો આ વિશેષ અહેવાલમાં

સુશાંત સિંહ રાજપૂતના અચાનક નિધનથી લોકોમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, તેની મોત પાછળ નેપોટિઝમ જવાબદાર હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે. સુશાંત સિંહ ઈન્ડસ્ટ્રી બહારનો હોવાથી તેની પાસેથી પ્રોજક્ટ છીનવી લેતા તે તણાવમાં સરી પડ્યો હોવાની વાતોથી બોલીવુડ ગરમાયું છે. જેના પગલે પોલીસે પણ આ મામલે વિવિધ પાસાની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Sushant Singh Rajput
Sushant Singh Rajput

By

Published : Jun 23, 2020, 12:20 PM IST

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધનને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેમાં નેપોટિઝમનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હાલ, આ કેસમાં તપાસ થઈ રહી છે, ત્યારે તેના કરિયરને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. સુશાંતના ચાહકો તેની મોત પાછળનું કારણ જાણવા માટે રાહ જોઈ રહ્યાં છે. એવામાં બોલીવુડમાં ચાલતા માડિયા માફિયાની વાતો એક પછી એક બહાર આવી રહી છે. જેમાં સુશાંત પાસેથી અનેક પ્રોજેક્ટ છીનવાઈ રહ્યાં હોવાથી તેણે તણાવમાં આવી મોતને વ્હાલું કર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે, જો સુશાંત પાસે તેના તમામ પ્રોજેક્ટ હોત તો શું તેની કહાણી કંઈક અલગ હોત ???

'રામલીલા' ફિલ્મ માટે સુશાંત હતો પહેલી પસંદ

સુશાંત 'આશિકી 2' અને 'સડક 2'માં કામ કરવા માટે ઘણો ઉત્સુક હતો. તે મહેશ ભટ્ટની ઓફિસે તેમણે ઘણી વખત ઓડિશન આપ્યાં હતા. તેને આશા હતી કે, આ પ્રોજેક્ટ તેને જ મળશે. પરંતુ છેલ્લી ઘડીએ આ બંને ફિલ્મો આદિત્ય રોય કપૂરને મળી ગઈ અને સુશાંતનું દીલ ટૂટી ગયું.

સુશાંત 'આશિકી 2' અને 'સડક 2'માં કામ કરવા માટે ઘણો ઉત્સુક હતો

'રામલીલા' ફિલ્મ રણવીરના કરિયર માટે ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ હતી. જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો. પણ તમે જાણો છો કે,આ આઈકોનિક પાત્ર માટે પહેલા સુશાંતને પસંદ કરાયો હતો. પરંતુ દુર્ભાગ્યવશ તે ન થઈ શક્યું.

મળતી માહિતી પ્રમાણેસ યશરાજ ફિલ્મ્સની 'બેફિક્રે' માટે પણ લગભગ સુશાંત ફાઈનલ થઈ ગયો હતો. બધું બરાબર હતું. પરંતુ છેલ્લી ઘડીએ આ ફિલ્મ પણ રણવીરને મળી ગઈ. શા માટે આવું થયું તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

સુશાંત રિયા ચક્રવર્તી સાથે રુમી જાફરીની સાયન્સ ફિક્શન ફિલ્મ 'ચંદા મામા દૂર કે' માં લીડ સ્ટાર તરીકે દેખાવાનો હતો

વૈશ્વિક મહામાના કારણે વિશ્વવ્યાપી લોકડાઉનથી સુશાંતના જીવનને ઘણી અસર થઈ હતી. જો કોઈ લોકડાઉન ન હોત તો કદાચ સુશાંત ફિલ્મના સેટ પર હોત... ચહેરા પર બાળક જેવુ માસૂમ સ્મિત અને મંજિલ સુધી પહોંચવાની ચાહ રાખતો સુશાંત એક ઝિંદાદીલ માણસ હતો. જેથી તેને આત્મહત્યા કરી હોય એ વાત આજે પણ કોઈના ગળે ઉતરતી નથી. એટલે જ કદાચ સુશાંત ચાહકો તેના મોતનું કારણ જાણવા માટે અધીરા બની રહ્યાં છે.

સુશાંત સિંહ રાજપૂતના અચાનક નિધનથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રત્યે લોકોમાં ભારે રોષ

ઉલ્લેખનીય છે કે, સુશાંત રિયા ચક્રવર્તી સાથે રુમી જાફરીની સાયન્સ ફિક્શન ફિલ્મ 'ચંદા મામા દૂર કે' માં લીડ સ્ટાર તરીકે દેખાવાનો હતો. સંદીપસિંહે જણાવ્યું હતું કે, દેશભક્તિ દર્શાવતી ફિલ્મ 'વંદે ભારતમ' બનાવવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. સુશાંતે ભારત-ચીન યુદ્ધ પર આધારિત 1962 માં બનેલી ફિલ્મમાં રાઇફલમેનની ભૂમિકા નિભાવવાનો હતો. પણ આ બધા છતાં પણ તે હતાશ હતો, આવું કેમ? શું તે ફિલ્મોના ભાવિ અથવા કંઈક વાત વિશે ચિંતિત હતો ... જેના જવાબ દરેક લોકો શોધી રહ્યા છે.

અભિનેતાના મૃત્યુ પહેલા કઇ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. પોલીસે આ કેસની તપાસ પ્રોફેશનલ એંગલ અને અન્ય તમામ દ્રષ્ટિકોણથી કરી રહી છે. એમ કહેવું કે તેમનું મૃત્યુ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.

ABOUT THE AUTHOR

...view details