મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી તેમનો પરિવાર દુ:ખી છે. આવી સ્થિતિમાં સુશાંતની બહેન શ્વેતાએ તેના ભાઈને અલવિદા કહેતી એક પોસ્ટ શેર કરી હતી.
જેમાં તેણે લખ્યું છે, "મારો નાનો ભાઈ પ્રેમ અને પોઝિટિવિટીથી ભરેલો છે. આશા છે કે તમે જ્યાં છો ત્યાં ખુશ છો.... અમે તમને હમેશાં પ્રેમ કરીશું..."આ પોસ્ટની સાથે તેમણે એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં પરિવારના સભ્યો સુશાંતના ફોટાની સામે બેઠા છે અને પ્રાર્થના કરતા નજરે પડે છે.
શ્વેતાએ અગાઉ પણ કેટલીક પોસ્ટ્સ શેર કર્યા હતા, જે વાંચ્યા પછી તમે પણ ઇમોશનલ થઇ જશો . જોકે, પાછળથી તેણે આ પોસ્ટ્સ ડિલીટ કરી દીધા હતા.
સુશાંતની 13 મી પર તેમના પરિવાર વતી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં લખ્યું છે કે, "સુશાંત સિંહ રાજપૂત અમારા માટે એતક ગુલશન જેવો હતો. સ્પષ્ટ હૃદય, ખુબ વાત કરનાર અને સાફ મન...,હંમેશાં દરેક બાબત માટે ઉત્સુક રહેતો.. તે મોટું સ્વપ્ન જોવાનો અને તેમને સાકાર કરવાનો શોખીન હતો અને ખુલ્લા દિલનો પણ હતો. તે પરિવાર માટે ગૌરવ અને પ્રેરણા જેવો હતો... ટેલિસ્કોપ હંમેશાં તેની સાથે રહેતો જેથી તે તારાઓને નિહાળી શકે... "
"અમારા માટે તે માનવું ખૂબ જ મુશ્કેલ છે કે હવે તે આમારી સાથે નથી..તેના જવાથી પરિવારજનો ખુબ જ દુ:ખી છે.. તે તેના બધા ચાહકો દ્વારા ખૂબ જ પ્રિય હતો. તેને તમે આપેલા પ્રેમ માટે અમે તમારા આભારી છીએ."
સુશાંતે 14 જૂને તેના મુંબઈના ફ્લેટમાં આપઘાત કરી લીધો હતો. જોકે કયા કારણોસર તેણે આ કર્યુ તે હજું પણ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે.