મુંબઈઃ બૉલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ પોલીસ આ મામલે અનેક એંગલથી તપાસ કરી રહી છે. અભિનેતાના પરિવાર અને મિત્રો સિવાય પોલીસે તેના મનોચિકિત્સક કેસરી ચાવડાની પણ પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું છે કે, સુશાંતને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપ પર અફસોસ હતો.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેમના બાંદ્રાના મકાનમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જેમાં અભિનેતાની આત્મહત્યા અંગેના પ્રારંભિક અહેવાલો સાથે કહેવામાં આવ્યું હતું કે, તે ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હતા.
પોલીસ આપઘાતનું કારણ શોધવા માટે સતત તપાસ કરી રહી છે. તાજેતરના અહેવાલો પ્રાપ્ત થયા છે કે પોલીસે એક્ટરના મનોચિકિત્સકની પૂછપરછ કરી છે. અને તેના દ્વારા વધુ ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. અભિનેતાના પરિવાર અને મિત્રો સિવાય પોલીસે તેના મનોચિકિત્સક કેસરી ચાવડાની પણ પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું છે કે, સુશાંતને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપ પર અફસોસ હતો.