- પીઠાનીની 28 મેના રોજ હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી
- સિદ્ધાર્થ પીઠાનીએ ગુરુવારે જામીન માટે ખાસ અદાલતમાં અર્જી આપી
- કેસમાં કેટલાક લોકોની ધરપકડ કરી હતી
મુંબઇઃસ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના મૃત્યુ સમયે તેમના ફ્લેટમાં રહેતા સિદ્ધાર્થ પીઠાનીએ ગુરુવારે જામીન માટે ખાસ અદાલતમાં અર્જી આપી છે. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે. ગત વર્ષે રાજપૂતની મૃત્યુ સંબંધિત ડ્રગ કેસમાં પીઠાનીની 28 મેના રોજ હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.
સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ આ પણ વાંચોઃસુશાંતની બહેનોએ રિયાની FIR સામે હાઈકોર્ટમાં અરજી કરી
પીઠાણીએ દાવો કર્યો છે કે, આ કેસમાં તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે
પીઠાનીએ કોર્ટ સમક્ષ જામીન માટેના અન્ય કારણો સાથે 26 જૂનના રોજ યોજાનારા તેના લગ્નનો ઉલ્લેખ કર્યો છે. પોતાના વકીલ તારક સૈયદ દ્વારા દાખલ કરેલી જામીન અરજીમાં પીઠાણીએ દાવો કર્યો છે કે, આ કેસમાં તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.
પીઠાનીના દૂર-દૂર સુધી ડ્રગ સાથે કોઇ સંબંધ નથી
અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે, પીઠાની પાસે ના તો ડ્રગ મળ્યો છે અને ન તો અપરાધમાં શામેલ થવા સંબંધિત સામગ્રી, ત્યાં સુધી તેનો દૂર-દૂર સુધી ડ્રગના વ્યવહાર સાથે કોઈ સંબંધ નથી.
કોર્ટે આ મામલાની સુનાવણી 16 જૂન સુધી મુલતવી રાખી
નોંધપાત્ર વાત એ છે કે, પીઠાની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ (ગેરકાયદેસર વ્યવહાર અને કોઈ ગુનેગારને આશ્રય આપવા માટે ધિરાણ)ની કલમ -27 એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે આ મામલાની સુનાવણી 16 જૂન સુધી મુલતવી રાખી છે.
આ પણ વાંચોઃસુશાંત સિંહ રાજપૂત કેસ પર રામ ગોપાલ વર્મા બનાવશે ફિલ્મ
રાજપૂત તેના બાંદ્રાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો
ગયા વર્ષે 14 જૂને રાજપૂત(Sushant Singh Rajput) તેના બાંદ્રાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમના મૃત્યુ પછી, રાષ્ટ્રીય નાર્કોટિક્સ બ્યુરો (એનસીબી)એ ફિલ્મ ઉદ્યોગની વોટ્સએપ ચેટ્સ પર આધારીત ડ્રગ લિંક્સની તપાસ શરૂ કરી હતી અને કેટલાક લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી મોટાભાગના હવે જામીન પર બહાર છે.