મુંબઈ: બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-સ્ટાર સંજના સાંઘીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. ‘દિલ બેચારા’ હોલિવૂડની ફિલ્મ ‘ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની રીમેક છે.
સંજનાએ લખ્યું, "જે લોકો એવું કહે છે કે સમય દરેક દર્દની દવા છે. તેઓ ખોટું બોલે છે. અમુક જખ્મો હંમેશા તાજા રહે છે અને વારે ઘડીએ તકલીફ આપે છે. આપણે સાથે વિતાવેલી પળોની હવે ફક્ત યાદો જ રહી જશે. ઘણા સવાલોના જવાબ નથી મળ્યાં, એ સવાલો વધતા જ જશે."