મુંબઇઃ સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસમાં મહારાષ્ટ્ર અને બિહાર પોલીસની લડાઇ હવે ખુલીને સામે આવી છે. જેમાં બિહાર પોલીસે આરોપ લગાવ્યો છે કે, સુશાંતસિંહ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ કોઇ મદદ કરી રહી નથી. ત્યાં આ કેસની તપાસ માટે મુંબઇ આવેલા પટનાના એસપી વિનય તિવારીને BMCના અધિકારીઓએ ક્વોરોન્ટાઇન કર્યાં છે. પટના એસપી સિટી વિનય તિવારી રવિવારે મુંબઇ પહોંચ્યા હતાં.
સુશાંત આત્મહત્યા કેસઃ તપાસ માટે મુંબઇ પહોંચ્યાં પટનાના SP, BMCએ કર્યા ક્વોરોન્ટાઇન
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. જેમાં સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસની તપાસને લઈને બિહાર અને મુંબઇ પોલીસ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યાં છે. આ મામલે સતત CBI તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે. જો કે, તપાસ માટે મુંબઇ પહોંચેલા પટનાના SPને BMCએ ક્વોરોન્ટાઇન કર્યા છે.
બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રવિવારે આઇપીએસ વિનય તિવારી ઓફિશિલય ડ્યૂટી પર પટનાથી મુંબઇ પહોંચ્યા હતા, પરંતુ રવિવારે 11 વાગ્યે BMCના અઘિકારીઓએ તેમને બળજબરીથી ક્વોરોન્ટાઇન કરી દીધા હતાં.
મુંબઇ પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં વિનય તિવારીએ કહ્યું હતું કે, અમારી ટીમ મુંબઇથી સારૂ કામ કરે છે, પરંતુ અમને હજુ સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો નથી. આ તરફ સુશાંતસિંહ રાજપૂત કેસમાં મુંબઇ પોલીસ કમિશનરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. તેમણે આ કેસ સાથેની બધી અપડેટ્સ શેર કરી હતી. બીજી તરફ આ મામલે સતત CBI તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે.