મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાને સુપરહિટ ફિલ્મ કરણ-અર્જુનમાં એક સાથે કામ કર્યુ છે. પણ શું તમે જાણો છે કે પહેલા આ રોલ માટે બે એક્ટર ભાઈઓને પુછવામાં આવ્યું હતુ, એ બે ભાઈઓ હતાં સની દેઓલ અને બૉબી દેઓલ.
'કરણ-અર્જુન' ફિલ્મ માટે બન્ને ખાન પહેલા આ ભાઈઓ હતા નિર્માતાની પહેલી પસંદ... - સલમાન ખાન ન્યૂઝ
વર્ષ 1995ની સુપરહિટ ફિલ્મ 'કરણ અર્જુન' જેમાં બૉલીવુડના બે મોટા સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન એક સાથે જોવા મળ્યા હતાં. પરંતુ ફિલ્મ નિર્માતા રાકેશ રોશનની ફિલ્મની કાસ્ટ માટે પહોલી પસંદ આ જોડી નહોતા.
સની દેઓલ અને તેના નાના ભાઈ બૉબી દેઓલને 'કરણ અર્જુન' ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. એવું માનવામાં આવી રહ્યું છે ફિલ્મ નિર્માતા રાકેશ રોશને કરણ અર્જુનના પાત્ર માટે સની અને બ઼ૉબી દેઓલને ઓફર આપી હતી.
જ્યારે આ ફિલ્મ અંગે રાકેશ રોશને સની દેઓલે સાથે વાત કરી ત્યારે સની દેઓલે હા પાડી હતી. પંરતુ બાદમાં તેમની સાથે તેમના નાના ભાઈ બૉબી દેઓલને પણ કાસ્ટ કરવાની ખબર પડી તો સની દેઓલે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. સની દેઓલે આ નિર્ણય એટલા માટે લીધો હતો કેે ત સમયે બૉબી દેઓલની પહેલી ફિલ્મ બરસાત રિલીઝ થવાની હતી અને તે રિસ્ક લેવા નહોતા માગતાં. જેથી સની દેઓલે આ ફિલ્મની ઓફર સ્વીકારી નહી.