મુંબઈઃ બૉલીવુડ અભિનેતા ઋષિ કપુરના અવસાન પર ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘઈએ શોક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન તે ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, આ આશ્ચર્યજનક સમાચાર છે, જેને સહન કરવા અઘરા છે.
ઋષિ કપુરની સાથે 'કર્જ' ફિલ્મ બનાવનારા ઘઈએ આગળ કહ્યું કે, તે દુનિયા માટે ઋષિ કપૂર હતા, પરંતુ મારા માટે હંમેશા ચિંટૂ હતા. અમારા કર્જનો સાથ આજ સુધી છે. આજ સુધી અમે કર્જના એ વાતારણમાં છીંએ.
અંતિમ સમયમાં કામ કરવા માટે ઈચ્છુક હતા ઋષિ કપૂરઃ સુભાષ ઘઈ સુભાષ ઘઈએ કહ્યું કે, તે ગત 40 વર્ષથી દેશના શ્રેષ્ઠ કલાકારોમાં એક હતા. તેમનો કળા પ્રત્યે ઝુકાવ અત્યાર સુધી હતો.
તેમણે કહ્યું કે, ગત મહિને તેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઋષિએ કહ્યું હતું કે, હું શૂટિંગમાં આવીશ, કામ કરીશ, મારો આ રોલ છે, તમે એક ફિલ્મ બનાવો. તેમની ઉર્જા જોઈને તે બીમાર નહોતા લાગતા.
ઉલ્લેખનીય છે કે, ઋષિ કપૂરનું ગુરુવારે મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું છે. તે 67 વર્ષના હતા. અભિનેતા 2018થી લ્યૂકેમિયા(બ્લડ કેન્સર) સામે લડી રહ્યા હતા.