22 એપ્રિલે શાહરૂખ ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર 'ઈટ્સ ટાઈમ ટુ વોટ' નામનો રેપ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં SRKએ લોકોને મતદાન માટે જાગ્રત કરવા માટે રેપ સોંગ ગાયું છે. આ વીડિયોની સાથે ખાને કહ્યું કે, પીએમ સાહેબ નરેન્દ્ર મોદીએ કંઈક ક્રિએટિવ કરીને લોકોને વોટ માટે જાગ્રત કરવાનું કહ્યું હતું. મને વીડિયો બનાવવામાં થોડું મોડું થઇ ગયું, પરંતુ તમે વોટ આપવામાં મોડું ન કરતા. વોટિંગ માત્ર આપણો અધિકાર જ નહિ, પરંતુ પાવર પણ છે.
SRKનો મતદાન જાગૃતિ માટે 'ઈટ્સ ટાઈમ ટુ વોટ'નો રેપ વીડિયો
ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક બોલિવૂડ સેલિબ્રિટિને દેશની જનતાને વોટ કરવા માટે જાગ્રત કરવા કહ્યું હતું. આ માટે મોટાભાગની સેલિબ્રિટીઓએ લોકોને વોટ કરવા માટે ટ્વીટ કરી અપીલ કરી હતી, પરંતુ કિંગખાને તો કંઈક હટકે કરી બતાવ્યું છે.
SRK રેપ વીડિયો
શાહરુખની આ ટ્વીટનો જવાબ આપતાં પીએમ મોદીએ લખ્યું કે, ફેન્ટાસ્ટિક એફર્ટ. મને આશા છે કે ભારત દેશના લોકો, તેમાં પણ સ્પેશ્યલી ફર્સ્ટ ટાઈમ વોટર્સ તમારી આ વિનંતીનું માન રાખશે અને મોટી સંખ્યામાં વોટ કરવા માટે જશે.
મહત્વનું છે કે, શાહરુખ ખાનનો 'ઈટ્સ ટાઈમ ટુ વોટ' નામનો રેપનો વીડિયો 1.06 મીનિટનો છે. જેને યુટ્યૂબ પર અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી પણ વધારે વખત જોવાઈ ચૂક્યો છે.