મળતી માહિતી મૂજબ સોનૂ નિગમને જ્યારે પુછવામાં આવ્યું કે તેમને રાજનિતીમાં જોડાવાનો ખ્યાલ શા માટે ન આવ્યો. આ બાબતે જવાબ આપતા તેમણે કહ્યું કે, હું અત્યારે રાજનિતી માટે તૈયાર નથી, મેં વિનમ્રતા સાથે ચૂંટમીમાં જોડાવાની ઓફર માટે ઇન્કાર કરી દીધો હતો, જો કે સોનુએ આ બાબતે કોઇ પાર્ટીનું નામ નથી જણાવ્યું.
રાજનીતિમાં આવવાનો સોનૂનો ઇન્કાર, કહ્યું મળી હતી ઓફર
ન્યૂઝ ડેસ્ક: લોકસભા 2019ની ચૂંટણીમાં ફિલ્મ સ્ટાર્સની બોલબાલા રહી હતી. બોલીવુડથી લઇને સાઉથ અને ભોજપુરી સ્ટાર્સે આ વખતે ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. જેમાંથી અમૂકના નસીબ ખુલ્યા તો અમૂકને હારનો સામનો કરવો પડ્યો.
refuse
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત બાદ તેમને શુભકામનાઓ આપવાનું ચાલુ છે. તમામ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર PM મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. સોનૂ નિગમે ફેસબુક પર PM મોદીને શુભેચ્છા પાઠવી, સોનૂએ કહ્યું કે, દેશવાસીઓેએ તમારા પ્રતિ પ્રેમ જાહેર કર્યો છે. વેલકમ બેક, અમે પ્રાર્થના કરીએ છીએ કે PM મોદીના નેતૃત્વમાં દેશમાં શાંતિ અને ખુશીનો માહોલ રહેશે.
ઉલ્લેખનીય છે કે, સોનૂ નિગન હંમેશાથી જ દેશને લગતા મુદ્દાઓને લઇને કંઇ પણ બોલવાનું ટાળે છે.