મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂર હાલ લંડનમાં તેના પતિ આનંદ આહુજા સાથે આરામ ફરમાવી રહી છે. તે તેના લંડનના નિવાસસ્થાનેથી તેના સોશીયલ મીડિયા પર અનેક તસ્વીરો તથા વીડિયો મુકતી રહે છે જેના પર તેના ફેન્સ કમેન્ટ કરતા હોય છે.
જો કે આ વખતે તેણે આઉટડોર વર્કઆઉટની તસ્વીરો સોશીયલ મીડિયા પર શેર કરતા તે યુઝર્સ દ્વારા ઘણી ટ્રોલ થઇ હતી. યુઝર્સે તેને જણાવ્યું હતું કે આવા માહોલમાં તેણે બહાર એક્સરસાઇઝ ન કરવી જોઈએ અને ભારતથી લંડન પહોંચી કેટલાક દિવસ સુધી કવોરેંટાઇન રહેવું જોઈએ. બહાર નીકળીને તે લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે.