ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોનમ કપૂરે તેના બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી - અભિનેત્રી સોનમ કપૂર

સોનમ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાળપણની એક તસવીર શેર કરી છે. જેમાં તે પથારી પર બેસીને એક પુસ્તક વાંચી રહી છે. આ સાથેના કેપ્શનમાં, તેણે લખ્યું કે, " તબ સે અભી તક કુછ ભી નહીં બદલા એક બાર કોઇ કિતાબી કીડા બન ગયા તો વો હમેશા કિતાબી કીડા હી રહેતા હૈ...."

સોનમ કપૂરે તેના બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી
સોનમ કપૂરે તેના બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી

By

Published : Jun 12, 2020, 4:21 PM IST

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરના બાળપણની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.આ તસવીર સોનમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં સોનમ પલંગ પર બેસી છે અને એક પુસ્તક વાંચી રહી છે.

તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, "તબ સે અભી તક કુછભી નહીં બદલા એક બાર કોઇ કિતાબી કીડા બન ગયા તો વો હમેશા કિતાબી કીડા હી રહેતા હૈ..."

સોનમની આ તસવીરને માત્ર એક જ કલાકમાં દોઢ કરોડથી વધુ લોકોએ પસંદ કરી છે. સોનમે ભૂતકાળમાં તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. 9 જૂને સોનમે તેનો 35 મો જન્મદિવસ ઘરે ઉજવ્યો હતો. બોલીવૂડની તમામ હસ્તીઓએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને અભિનેત્રીની શુભેચ્છા પાઠવી હતી.

સોનમ તેના બાળપણની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે તેના કઝિન સાથે જોવા મળી રહી છે. તસવીર શેર કરતાં તેણે કહ્યું કે તે તેના બધા ભાઈઓને મિસ કરી રહી છે.

તેના જન્મદિવસ પર સોનમે સોશિયલ મીડિયા પર તેના પતિ આનંદ આહુજા માટે આભાર વ્યક્ત કરતી એક પોસ્ટ લખી હતી. જેમાં તેણે લખ્યું છે કે, "દુનિયાના સૌથી શ્રેષ્ઠ પતિ, જે મને તમામ ખુશી આપે છે. "

ABOUT THE AUTHOR

...view details