મુંબઈઃ અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'શુભ મંગલ જ્યાગા સાવધાન'નું નવુ ગીત 'ઉ લા લા' રિલીઝ થયું છે. આખુ ગીત ટ્રેનમાં શૂટ કરવામાં આવ્યું છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલ જ્યાગા સાવધાન'ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સમલૈંગિક વિષય પર આધારિત આ ફિલ્મ ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મના ટ્રેલર બાદ અખ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.
'શુભ મંગલ જ્યાદા સાવધાન'નું ગીત રિલીઝ, ટ્રેનમાં જોવા મળ્યો લગ્નનો માહોલ - આયુષ્માન ખુરાના ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન
આયુષ્માન ખુરાનાની બહુચર્ચિત ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'નું એક ગીત રિલીઝ થયું છે. આ ગીતમાં આયુષ્માન અને સાથી કલાકારો ફુલોથી શણગારેલી અને વિવાહ એક્સપ્રેસ લખેલી ટ્રેનમાં ડાન્સ કરતા જોવા મળે છે. આ ટ્રેનમાં લગ્ન જેવો માહોલ દેખાય છે.
ઉ લા લા... નામના આ ગીતની શરૂઆત રેલવે સ્ટેશન પરથી થાય છે. સ્ટેશન પરથી એક ટ્રેન રવાના થાય છે, જેમાં વિવાહ સ્પેશ્યલ લખેલું હોય છે. તેમજ ટ્રેનને ફુલોથી શણગારેલી જોવા મળે છે. આ ટ્રેનની અંદર સંપૂર્ણ લગ્ન પ્રસંગ જેવા માહોલ દેખાય છે. એકા-બીજાના પરિવાર સાથે ભેટી બધા લોકો ટ્રેનમાં ડાન્સ કરતા જોવા મળે છે.
આ ગીતને નેહા કક્કડ, સોનુ ક્ક્કડ અને ટોની કક્કડે અવાજ આપ્યો છે. આ ગીતના શબ્દો ટોની કક્કડે લખ્યાં છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પહેલી સમલૈંગિક પાત્ર ભજવી રહ્યાં છે. જેની સામે જિતેન્દ્ર કુમાર જોવા મળશે. ફિલ્મના ટ્રેલર બાદ દર્શકોની ઉત્સુકતા વધારો જોવા મળી રહી છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી, 2020ના રોજ રિલીઝ થશે.